શું AAPને ફટકો પડશે? વિસાવદરના ધારાસભ્ય BJPમાં જોડાય તેવી અટકળો..
વિસાવદરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીત થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જેવો પ્રચાર કરાયો હતો તેવું પરિણામ મળી શક્યું નથી. તેવામાં AAPને…
ADVERTISEMENT
વિસાવદરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીત થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જેવો પ્રચાર કરાયો હતો તેવું પરિણામ મળી શક્યું નથી. તેવામાં AAPને વધુ મોટો ફટકો પડી શકે છે. વિસાવદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. આના કારણે અત્યારે રાજકારણ ગરમાયું છે.
વિસાવદર વિધાનસભા બેઠક AAPએ કબજે કરી હતી…
આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણી વિસાવદર વિધાનસભા બેઠક જીત્યા હતા. ભૂપતભાઈ ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડીયાને હરાવી આ બેઠક પોતાને નામ કરી હતી. આ દરમિયાન ભૂપતભાઈ ભાયાણીને 66,210 મત મળ્યા હતા. જ્યારે બીજી બાજુ હર્ષદ રિબડીયાને 59,417 મત મળ્યા હતા. આવી રીતે AAPના ભૂપતભાઈ ભાયાણી વિસાવદર પર પોતાની જીતનો પરચમ લહેરાવ્યો છે.
ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ભાજપને સમર્થન આપી શકે છે એવી અટકળો વહેતી થઈ છે. જોકે હવે સવાલ એ છે કે આમ આદમી પાર્ટીમાંથી જો તેઓ ભાજપને સમર્થન આપે તો પણ BJP સ્વીકારશે કે કેમ એ પણ જોવાજેવું રહેશે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી કે નિવેદન આવ્યું નથી. એટલે આ એક ચર્ચિત અટકળો છે.
ADVERTISEMENT
પક્ષપલટાની માહિતીથી રાજકારણ ગરમાયુ
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીની સ્થિતિ આ વિધાનસભા ચૂંટણીમાં ગાજ્યા મેઘ વરસે નહીં તેવી થઈ ગઈ હતી. ત્યારે ભૂપત ભાયાણી હવે ધારાસભ્ય બન્યા પછી આમ આદમી પાર્ટીનો સાથ છોડી ભાજપમાં જોડાઈ શકે એવી અટકળો વહેતી થઈ રહી છે. આ સમાચાર સામે આવતા જ રાજકારણ ગરમાઈ ગયું છે. પક્ષપલટાના આ દોરમાં હવે આમ આદમી પાર્ટીને ફટકો પડશે કે નહીં એ જોવાજેવું રહેશે.
ADVERTISEMENT