BREAKING: નવસારીમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવથી પરત ફરતી બસ અને કારનો અકસ્માત, 9નાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/ નવસારી:વર્ષ 2022ના છેલ્લા દિવસે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે અને ઈજાગ્રસ્તોનો આંકડો વધીને 32 થયો છે. જ્યારે બસના ડ્રાઈવરને પણ એટેક આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આમ વર્ષના છેલ્લા દિવસે પણ ભયાનક અકસ્માતથી હાઈવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.

ફોર્ચ્યુનર કારમાં સવાર તમામના મોત
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં હાલ ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં મુલાકાતીઓને લઈને આવેલી બસ પરત ફરી રહી હતી. આ દરમિયાન નવસારીમાં હાઈવે નંબર 48 પર બસ અને ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર તમામ 9 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે બસના ડ્રાઈવરને પણ એટેક આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે બસમાં બેઠેલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

ADVERTISEMENT

કારનો આગળનો ભાગ પડીકું વળી ગયો
બસ અને કારની ટક્કર એટલી ભયાનક હતી કે, ફોર્ચ્યુનર કારનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ક્રેન દ્વારા બસ અને કાર બંનેને રસ્તા પરથી દૂર ખસેડીને પોલીસે વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો.

ADVERTISEMENT

32 લોકો ઈજાગ્રસ્ત થયા, એકને સુરત ખસેડાયો
અકસ્માતમાં કુલ 32 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં 11 લોકોને નવસારીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે 17 લોકોને સારવાર માટે વલસાડ ડોક્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT