AAPએ ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી, અલ્પેશ કથીરિયા-ધાર્મિક માલવિયાને ક્યાંથી ટિકિટ અપાઈ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: આમ આદમી પાર્ટીએ પોતાની 11મી યાદી જાહેર કરી દીધી છે. નવી યાદીમાં કુલ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નવી યાદીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ અલ્પેશ કથીરિયા સુરતની વરાછા સીટ પરથી તથા ધાર્મિક માલવિયા ઓલપાડ સીટ પરથી ચૂંટણી લડશે.

લલિત વસોયાના નિવેદન પર કથીરિયાના પ્રહાર
ટિકિટ મળતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ભાજપ-કોંગ્રેસ મિલીભગતથી 75 વર્ષથી ગુજરાતને તક નથી મળી. ગઈકાલે સૌરાષ્ટ્રમાંથી જે નિવેદનો સામે આવી રહ્યા છે કે જે ધારાસભ્યો કહી રહ્યા છે કે મત આપો તે માત્રને માત્ર કોંગ્રેસને આપો. કોંગ્રેસને ન આપો તો ભાજપને આપો. આ મુદ્દે ખૂબ સ્પષ્ટતા થઈ જાય છે કે ભાજપ-કોંગ્રેસની મિલીભગત ચાલે છે. અને જો આટલું બધું જ ગૌરવ હોય તો ભાજપમાં જતા રહેવું જોઈએ. પણ માત્રને માત્ર આપને સત્તાથી દૂર રાખવી અને તેમના ધારાસભ્યો ન બને તે માટે એડીચોટીનું જોર લાગી રહ્યું છે.

AAPના 12 ઉમેદવારોની સમગ્ર યાદી અહીં જુઓ

ADVERTISEMENT

કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા હતા બંને
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હતા. અને અનામત માટેના આંદોલનમાં પહેલાથી જ જોડાયેલા હતા. તાજેતરમાં જ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ગારીયાધરમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ બાદથી જ તેમને ટિકિટ મળવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે અલ્પેશ કથીરિયાએ ગોંડલ અને વરાછા બંને જગ્યાએથી સીટની માગણી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, ત્યારે પાર્ટીએ તેમને પાટીદારોના ગઢ એવા વરાછામાંથી ટિકિટ આપી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT