વિરમગામમાં પતંગ ચગાવવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ, 1નું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત
વિરમગામ: ઉત્તરાયણના પર્વમાં વિરમગામ તાલુકાના મેલજ ગામમાં પતંગ ચગાવવા બાબતે બોલાચાલી થતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં લાકડી અને તિક્ષ્ણ હથિયારથી પ્રહાર કરાતા…
ADVERTISEMENT
વિરમગામ: ઉત્તરાયણના પર્વમાં વિરમગામ તાલુકાના મેલજ ગામમાં પતંગ ચગાવવા બાબતે બોલાચાલી થતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં લાકડી અને તિક્ષ્ણ હથિયારથી પ્રહાર કરાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે 3 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.
બંને જૂથો વચ્ચે જૂની અદાવત હતી
પ્રાપ્ત વિગતો મુજબ, વિરમગામના મેલજ ગામમાં જૂની અદાવત અને પતંગ ચગાવવાની બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં લાકડી અને ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ જૂથ અથડામણમાં 45 વર્ષના વ્યક્તિનું મોત થઈ ગયું હતું. જ્યારે મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તમામને સારવાર માટે વિરમગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉત્તરાયણ પર ધાબેથી પડી જવાના 164 બનાવો નોંધાયા
નોંધનીય છે કે, ગુજરાત રાજ્યની ઈમર્જન્સી એમ્બ્યૂલન્સ સેવા દ્વારા ગઈકાલે ઉત્તરાયણના પર્વને દિવસે આવેલા ઈમર્જન્સી કોલ્સનો ડેટા તૈયાર કર્યો હતો. જે મુજબ, ગુજરાતમાં આ વખતે ગુજરાતમાં કુલ દોરી વાગવાની કુલ ઘટનાઓ 68 બની હતી જેમાંથી 25 ઘટનાઓ માત્ર અમદાવાદમાં નોંધાઈ હતી. સાથે જ ધાબેથી પડવાના 164 બનાવો બન્યા હતા. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 2916 ઇમરજન્સી કેસ નોંધાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં 2638 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. વર્ષ 2022ની સરખામણીમાં આ વર્ષે 278 જેટલા ઇમર્જન્સી કેસ વધુ નોંધાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT