બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંતની અટકાયત, વિડીયો શેર કરવો પડ્યો ભારે
મુંબઈ: રાખી સાવંતને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે. રાખી સાવંતને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધી છે. શર્લિન ચોપરાએ ટ્વીટ કરીને રાખી સાવંતની આ…
ADVERTISEMENT
મુંબઈ: રાખી સાવંતને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે. રાખી સાવંતને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધી છે. શર્લિન ચોપરાએ ટ્વીટ કરીને રાખી સાવંતની આ જાણકારી શેર કરી છે. થોડા સમય પહેલા શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદગ નોંધાવી હતી. જેને લઈને પોલીસે આ મામલે એક્શનમાં આવી છે અને રાખીને કસ્ટડીમાં લીધી છે.
શર્લિન ચોપરાએ ગત વર્ષે રાખી સાવંત વિરુદ્ધ FIR નોંધાવી હતી. જેની સામે કાર્યવાહી કરીને પોલીસે રાખીની ધરપકડ કરી છે. શર્લિને આ વાતની જાણકારી પોતાના ટ્વીટ દ્વારા બધા સાથે શેર કરી છે. અભિનેત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. રાખી સાવંતના ABA 1870/2022ને ગઈકાલે મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.
શર્લિન ચોપરાએ ટ્વીટ કરી આપી માહિતી
રાખી સાવંતની અટકાયત મામલે શર્લિન ચોપરાએ ટ્વિટર કરી જંકરી આપતા લખ્યું કે, “બ્રેકિંગ ન્યૂઝ!!! અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. ગઈકાલે, રાખી સાવંતના ABA 1870/2022ને મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
BREAKING NEWS!!!
AMBOLI POLICE HAS ARRESTED RAKHI SAWANT IN RESPECT WITH FIR 883/2022
YESTERDAY, RAKHI SAWANT’S ABA 1870/2022 WAS REJECTED BY MUMBAI SESSIONS COURT
— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) January 19, 2023
આ પણ વાંચો: ‘ધ કાશ્મીર ફાઈલ્સ આજે ફરી એક વાર થશે રીલીઝ, જાણો શું છે કારણ
ADVERTISEMENT
જાણો શું છે મામલો
શર્લિન ચોપરાની ફરિયાદ પર રાખી સાવંત વિરુદ્ધ આઈપીસી અને આઈટી એક્ટની અનેક કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. નવેમ્બર 2022માં શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો અશ્લીલ વીડિયો બતાવતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT