ચૂંટણી જીતવા Congress અને AAP બાદ ભાજપે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, આ રીતે મતદારોને રીઝવશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધસનસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાત માં મતદારને પ્રભાવિત કરવા વિવિધ રણનીતિ ઘડવામાં આવી રહી છે. મતદાર સુધી પહોંચવા વિવિધ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભાજપ વિવિધ 5 ઝોનમાં ગુજરાત ગૌરવ યાત્રાની તૈયારી કરી રહી છે. 7 ઓક્ટોમ્બરથી યાત્રાની શરૂઆત થશે. કેન્દ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓ આ યાત્રામાં હાજર રહેશે.

કેન્દ્રીય નેતાઓ  યાત્રાની શરૂઆત કરાવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ગુજરાતમાં ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં 5 ઝોનમાં ભાજપ ગૌરવ યાત્રા યોજાશે. ગૌરવ યાત્રાની શરૂઆત 7 ઓક્ટોબરથી થી થશે. ઝોન વાઈઝ 10 દિવસ સુધી આ યાત્રા ચાલશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય નેતાઓ આ યાત્રાની શરૂઆત કરાવશે.

2017 માં  વનવાસી બંધુ યાત્રા કરી હતી
2017 વિધાનસભા ચૂંટણી વખતે વનવાસી બંધુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઉમરગામથી અંબાજી સુધીની આ યાત્રા યોજાઈ હતી. 2022ની વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જૂદા જૂદા પાંચ ઝોનમાં આ યાત્રા ફરશે. ચૂંટણીના માહોલમાં લોકો વચ્ચે જઈ લોકસંપર્ક કરવામાં આવશે. જેમા ખાસ કરીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે કરેલી કામગીરીથી વાકેફ કરવામાં આવશે. જેમા કેન્દ્ર સરકારની 7 વર્ષની કામગીરી જ્યારે રાજ્ય સરકારની 20 વર્ષની કામગીરીને લોકોની વચ્ચે જશે.

ADVERTISEMENT

બંધારણ ગૌરવ યાત્રા યોજી હતી
થોડા સમય પહેલા  ભાજપ દ્વારા બંધારણ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બરથી સુધી બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ હતી. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીથી શરૂઆત કરાવી હતી અને 6 ડિસેમ્બરે સી.આર. પાટીલે વડનગરથી સમાપન કરાવ્યુ હતુ.

    follow whatsapp

    ADVERTISEMENT