BJPના પીયુષ પટેલે હુમલાનો ઘટનાક્રમ વર્ણવ્યો, કહ્યું- 25થી વધુ લોકોએ ગાડી રોકાવી દીધી અને…
નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના ગણતરીના કલાકો પહેલા ભાજપના ઉમેદવાર પીયુષ પટેલ પર હુમલો થયો છે. અજાણ્યા શખસોએ પીયુષ પટેલની ગાડીમાં તોડફોડ કરી…
ADVERTISEMENT
નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના ગણતરીના કલાકો પહેલા ભાજપના ઉમેદવાર પીયુષ પટેલ પર હુમલો થયો છે. અજાણ્યા શખસોએ પીયુષ પટેલની ગાડીમાં તોડફોડ કરી અને તેમના પર હુમલો કર્યો હતો. નોંધનીય છે કે આ અંગે પીયુષ પટેલે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો છે. તેમણે જણાવ્યું છે કે કેવી રીતે તેમની ગાડીને 25થી વધુ લોકોના ટોળાએ રોકી અને પછી હુમલો થયો હતો. વિગતવાર માહિતી મેળવીએ….
25 લોકોના ટોળાએ હુમલો કર્યો…
પીયુષ પટેલે કહ્યું કે હું ચીખલીથી મારા ઘરે મનપુર ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન વચ્ચે મારા કાર્યકર્તાઓને મળીને હું ઘરે જવાનો હતો. ત્યારે ઝરીગામમાં 25થી વધુ લોકો ત્યાં ઊભા હતા. ત્યારપછી આ તમામ લોકોએ ગાડીને રોકાવી દીધી હતી. પીયુષ પટેલના જણાવ્યા પ્રમાણે આ લોકોના ટોળાએ તેમને પૂછ્યું હતું કે તમે ક્યાં જાઓ છો. તમે અનંત પટેલને હરાવવા માગો છો. તેઓ અમારા આદિવાસી નેતા છે. આમ કહીને અચાનક જ લોકોએ કહ્યું કે તમે આદિવાસી વિરોધી છો અને મારા પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
DySP એસ.કે.રાયે જણાવ્યું કે ઝરીગામના કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો છે. આ દરમિયાન પીયુષ પટેલની 4થી 5 ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે. આ અંગે પોલીસે તેમની ફરિયાદ નોંધી લીધી છે અને આગામી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટનાનાં આરોપીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
પીયુષ પટેલને માથામાં ઈજા થઈ
વાંસદા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પીયુષ પટેલ પર હુમલો થયો છે. ઝરી ગામમાં અજ્ઞાત શખસોએ અચાનક તેમની ગાડી પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન તેમણે ગાડીના કાચ તોડી નાખ્યા હતા. તો બીજી બાજુ ભાજપના ઉમેદવાર પીયુષ પટેલ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પીયુષ પટેલને માથાનાં ભાગમાં ઈજા પહોંચી છે. જેને લઈને પહેલા તેમને પ્રાથમિક સારવાર લીધી હતી.
ADVERTISEMENT
With Input: રોનક જાની
ADVERTISEMENT