BJP નું આ બેઠક પર ગુંચવાયું કોકડું, જાણો 4 બેઠક પર શું છે સમસ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તદામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે પ્રથમ તબક્કા માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે બીજા તબક્કાના મતદાન માટે 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ પોતાના 4 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવામાં મુંજાઈ રહી છે. આ ચાર બેઠક માં માણસા, ખેરાલુ, માંજલપુર અને ગરબાડા બેઠક પર હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા.

આ બેઠક પર ઉમેદવાર હજુ નક્કી નથી કર્યા ઉમેદવાર
આ ચાર વિધાનસભા સીટમાં ગાંધીનગરની માણસા, મહેસાણાની ખેરાલુ, વડોદરાની માંજલપુર અને ગરબાડા વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. ભાજપે ઉમેદવાર જાહેર એટલા માટે નથી કર્યા કારણ કે, જ્ઞાતિ સમીકરણને લઈને આ બેઠકો પર ઉમેદવારની ગોઠવણ થઈ શકી નથી.

માણસા બેઠક અને ખેરાલુ બેઠક એક બીજા સાથે જોડાયેલી છે. માણસા બેઠક પર અત્યાર સુધી ભાજપે ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. જો કે, 2022 વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સમીકરણો બદલ્યા છે. ભાજપે કલોલ બેઠક પર બકાજી ઠાકોરને ટિકિટ આપી છે.

ADVERTISEMENT

જ્ઞાતિગત સમીકરણ 
આમ તો કલોલ બેઠક પર જ્ઞાતિ સમીકરણના આધારે ભાજપ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે છે. પરંતુ 2022માં ભાજપે કોંગ્રેસના બળદેવ ઠાકોર સામે ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. આથી કલોલ બેઠક પર પાટીદાર સમાજનો ઉમેદવાર કપાયા છે. આથી ગાંધીનગર જિલ્લાની અન્ય બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ અપાવી પડે તેવી સ્થિતિ છે. જ્યારે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી શકાય એવી હવે માણસા સીટ છે. પરંતુ માણસા સીટ પર ભાજપ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે તો ચૌધરી સમાજના ઉમેદવારની ટિકિટ કપાય. 2022માં ભાજપે માણસા સીટ જીતવા માટે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે.

ચૌધરી સમાજની જ્ઞાતિ સમીકરણના આધારે ટિકિટ વહેંચણીમાં માણસા સીટ પરથી ભાજપ ટિકિટ કાપે તો મહેસાણાની ખેરાલુ સીટ પરથી ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપવી પડે. પરંતુ માણસા અને ખેરાલુ સીટ પર હવે કોકડુ અમિત ચૌધરીની ટિકિટની લઈને ગુંચવાયું છે. અમિત ચૌધરીના સમર્થકો માણસા સીટ પરથી ટિકિટની માગણી કરી રહ્યા છે. જ્યારે પાટીદારમાં પણ માણસા સીટ પર જયેશ પટેલ અને અનિલ પટેલના સમર્થકોમાં ભાગલા પડ્યા છે. જ્યાં સુધી માણસા સીટ અને ખેરાલુ સીટ પર ડેમેજ કંટ્રોલ ના થાય ત્યાં સુધી ભાજપ ટિકિટ જાહેર નહિ કરે.

ADVERTISEMENT

મંજલપૂર બેઠક પર કોકડું આ કારણે ગુંચવાયું
વડોદરાની માંજલપુર સીટ પર પણ હજી સુધી ભાજપે ઉમેદવારની જાહેરાત કરી નથી. માંજલપુર બેઠક પર પૂર્વ મંત્રી યોગેશ પટેલ ચૂંટણી લડતા આવ્યા છે. યોગેશ પટેલ સામાજિક વર્ચસ્વ ધરાવે છે અને માંજલપુર બેઠકના પ્રબળ દાવેદાર પણ છે. પરંતુ ભાજપે 2022માં જીત માટે કેટલાક સમીકરણો બદલ્યા છે. પૂર્વ મંત્રીઓની પણ ટિકિટ કાપી છે. હવે માંજલપુર બેઠક પર યોગેશ પટેલના સ્થાને સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવી ભાજપ માટે જરૂરી બની ગઈ છે. જો કે, આ બેઠક પરથી ભાજપ પાટીદાર ઉમેદવારને ચૂંટણી લડાવે છે. યોગેશ પટેલને લીધે માંજલપુર બેઠક પર હજી ભાજપ ઉમેદવાર જાહેર કરી શકી નથી.

ADVERTISEMENT

બીજા તબક્કા માટે 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે 
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવ્યા હતા. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    follow whatsapp

    ADVERTISEMENT