‘મુનસર તળાવનો કાંકરિયા જેવો વિકાસ કરીશું’, વિરમગામની જનતાને હાર્દિક પટેલે કયા 26 વચન આપ્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વિરમગામ બેઠક પરથી આંદોલનથી રાજકારણમાં આવેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે. પહેલીવાર ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલે પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. લાંબા સમયથી વિરમગામમાં ગ્રાઉન્ડ લેવલે સામાજિક કાર્યો કરનારા હાર્દિક પટેલ સામે આ વખતે જીતવું કપરા ચઢાણ છે. જોકે જીતના વિશ્વાસ સાથે મક્કમ હાર્દિક પટેલે પોતે જીતશે તો વિરમગામની શિકલ બદલી નાખતા વચનો મતદારોને આપ્યા છે.

વિરમગામની જનતાને હાર્દિક પટેલના વચનો
હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં પોતાના વચનો પોસ્ટ કર્યા છે. જે મુજબ વિરમગામ, નળકાંઠા વિસ્તાર, માંડલ તથા દેત્રોજમાં વિકાસ કાર્યો કરવાની ખાતરી આપી છે. હાર્દિક પટેલે સૌથી પહેલા જ વિરમગામ જિલ્લો બનાવવાનું વચન આપ્યું છે. સાથે જ અમદાવાદના કાંકરિયા તળાવ જેમ મુનસર અને ગંગા તળાવનો પણ વિકાસ કરાશે. નળકાંઠા, માંડલ અને દેત્રોજમાં 50 બેડની નવી હોસ્પિટલ બનાવવાની, વિરમગામમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની કોલેજ બનાવવાનું વચન આપ્યું છે. ઉપરાંત સ્પાર્ટ્સ કોમ્પલેક્ષ, બાગ-બગીચા બનાવવાના વચનો આપ્યા છે.

ADVERTISEMENT

પહેલીવાર PM સાથે એક મંચ પર દેખાયા હાર્દિક પટેલ
નોંધનીય છે કે, ગઈકાલે જ PM મોદીની બાવળામાં સભા હતી, આ દરમિયાન હાર્દિક પટેલ પણ PM સાથે પહેલીવાર એક જ મંચ પર જોવા મળ્યા હતા. વિરમગામથી પહેલીવાર ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલ માટે આ જંગ સરળ નહીં રહે. એક બાજુ ભાજપના જ સ્થાનિક નેતાઓ તેમને ટિકિટ મળતા નારાજ છે. વિરમગામમાંથી જ ભાજપના હાર્દિક પટેલ સાથે બે અપક્ષ હાર્દિક પટેલ પણ ચૂંટણી લડવા ઊભા રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ ચૂંટણીમાં હાર્દિક પટેલ ભાજપને જીત અપાવી શકશે કે કેમ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT