સુરતમાં AAPને 12માંથી 7 સીટો મળવાના કેજરીવાલના દાવા પર પાટીલ શું બોલ્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હીના નેતાઓના પ્રવાસ સતત વધી રહ્યા છે. આ વચ્ચે બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) આજે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુરતમાં AAPની 12માંથી 7 સીટ આવવાનો દાવો કર્યો હતો. જેના પર હવે ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે (CR Patil) પ્રતિક્રિયા આપી છે.

શું કહ્યું સી.આર પાટીલે?
આજે ભાવનગરમાં ભાજપનો વન-ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં પેજ સમિતિનું સંમેલન યોજાયું હતું. આ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સી.આર પાટીલે AAPને સુરતમાં 12માંથી 7 સીટ મળવાના દાવા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પહેલા (AAP) ખાતું તો ખોલાવે પછી વાત કરીશું.

કેજરીવાલે કર્યો હતો 7 સીટ મળવાનો દાવો
અરવિંદ કેજરીવાલે રાજકોટમાં કહ્યું હતું કે, ભાજપ જે હુમલા કરાવી રહી છે, તે તેમના પર જ ભારે પડી રહ્યું છે. મનોજ સોરઠીયા પર જે હુમલો થયો છે, સુરતના લોકો એટલા નારાજ છે કે, અમે સર્વે કરાવ્યો સુરત શહેરમાં 12 સીટ છે. આજની તારીખમાં સુરતમાં 12માંથી 7 સીટ આમ આદમી પાર્ટીને આવી રહી છે.

ADVERTISEMENT

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ-AAP વચ્ચે ત્રીપાંખીયો ખેલ
નોંધનીય છે કે, ગુજરાતની આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ જંપલાવી રહી છે. એવામાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાવવા જઈ રહ્યો છે. ભાજપે પણ ચૂંટણી પૂર્વે જ પ્રચાર અને પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ આજથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. એવામાં હવે સુરતમાં AAPના ફાળે કેટલી સીટો આવે છે તે તો હવે ચૂંટણીના પરિણામો આવે ત્યારે જ ખબર પડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT