Gujarat Elections: BJPને 150+ સીટો પર લીડ, કમલમમાં દિવાળી જેવો માહોલ, કાર્યકરો ઝૂમી ઉઠ્યા
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જોકે શરૂઆતના રૂઝાનમાં ભાજપ 152 સીટ પર આગળ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપના કાર્યાલય ખાતે ઢોલ-નગારા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જોકે શરૂઆતના રૂઝાનમાં ભાજપ 152 સીટ પર આગળ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપના કાર્યાલય ખાતે ઢોલ-નગારા અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા છે. કમલમ ખાતે મોટી LED સ્ક્રીન મૂકવામાં આવી છે અને તેમાંથી લાઈવ પરિણામ જોવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ-AAPની હાલત ખરાબ
જ્યારે કોંગ્રેસના આ વખતે સૂપડા સાફ થઈ ગયા છે. 2017માં 77 બેઠક લાવનારી કોંગ્રેસ આ વખતે તેની અડધી સીટ પણ લાવી શકે તેમ લાગી રહ્યું નથી. કોંગ્રેંસ હાલમાં 20 બેઠકો પર જ આગળ છે, જ્યારે પહેલીવાર તમામ બેઠકો પર ચૂંટણી લડવા ઉતરેલી આમ આદમી પાર્ટી 7 બેઠકો પર આગળ છે.
ADVERTISEMENT
ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલની 50 હજારથી વધુની લીડ
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીત લગભગ નિશ્ચિત થઈ ચૂકી છે. ભૂપેન્દ્ર પટેલ 50 હજારથી વધુ મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના અમિબેન યાજ્ઞિક ચૂંટણી લડી રહ્યા હતા.
ADVERTISEMENT