ઋષિકેશ પટેલને ટિકિટ મળતા વિસનગર BJPમાં બે ફાડિયા, કોણે કર્યો ‘ચોરને કાઢો, ભાજપ બચાવો’નો સૂત્રોચ્ચાર?
કામિની આચાર્ય/મહેસાણા: વિસનગર બેઠક ઉપર ભાજપે ઋષિકેશ પટેલને ટિકિટ આપતા ભાજપમાં જ આંતરિક ડખા ઉભા થયા છે. ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ તેમજ 84 કડવા પાટીદાર…
ADVERTISEMENT
કામિની આચાર્ય/મહેસાણા: વિસનગર બેઠક ઉપર ભાજપે ઋષિકેશ પટેલને ટિકિટ આપતા ભાજપમાં જ આંતરિક ડખા ઉભા થયા છે. ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ તેમજ 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુ પટેલે ટિકિટ ન મળતા નારાજ થઈને બોલાવેલી બેઠકમાં ચોરને કાઢોનું સૂત્ર અપનાવતા રાજકીય ગરમાવો ઊભો થયો છે.
ટિકિટ મુદ્દે ભાજપમાં આંતરિક રોષ સપાટીએ
વિસનગરમાં ઋષિકેશ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ચોથી વખત ટિકિટ આપવાના મુદ્દે ભાજપમાં જ આંતરિક રોષ પ્રસર્યો છે. લાંબા સમયથી ટિકિટની માંગણી કરી રહેલા પાટીદાર અગ્રણી અને ભાજપના ચુસ્ત આગેવાન જશુભાઈ પટેલ (કાશા)ને ટિકિટ ન મળતા તેમને નારાજગી વ્યક્ત કરી છે. શુક્રવારે રાત્રે તેમને કાંસા ગામે સમર્થકો સાથેની એક બેઠક યોજતી હતી. જેમાં ચોરને કાઢો ભાજપ બચાવોના સૂત્રોચ્ચાર લગાવ્યા હતા. સાથોસાથ ભ્રષ્ટાચારના પણ આક્ષેપ થયા હતા. સભામાં જશુભાઈ પટેલે ઋષિકેશ પટેલ 2012માં 300 કરોડનું કૌભાંડ કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો.
ADVERTISEMENT
ઋષિકેશ પટેલને વિસનગરમાં રિપીટ કરાતા ભાજપમાં બે ફાડિયા, જશુ પટેલે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ#BJP #GujaratElections2022 pic.twitter.com/86q5hg5MjP
— Gujarat Tak (@GujaratTak) November 12, 2022
જશુ પટેલની અપક્ષથી ચૂંટણી લડવાની તૈયારી
નોંધનીય છે કે જશુભાઈ પટેલ છેક 1976થી ભાજપ સાથે જોડાયેલા છે અને સતત ચોથી વખત ઋષિકેશ પટેલને ટિકિટ અપાતા તેમણે વિરોધ નોંધાવ્યો છે. સાથે જ તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી દીધી છે. તેવામાં ઋષિકેશ પટેલ સામે ભાજપના જ કાર્યકર જશુભાઈ પટેલ મેદાનમાં ઉતરતા વિસનગરની બેઠક પર ખરાખરીનો જંગ જામશે.
ADVERTISEMENT
ADVERTISEMENT