BREAKING: BJPએ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, 3 બેઠકો પરથી મૂરતિયાના નામ જાહેર
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. 4 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવામાં મૂંઝવણમાં પડેલી ભાજપે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. 4 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવામાં મૂંઝવણમાં પડેલી ભાજપે આજે 3 બેઠકો પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. એવામાં હજુ એક બેઠક પર કોકડું ગુંચવાયેલું છે.
કયા ઉમેદવારોને મળી તક?
ભાજપે જાહેર કરેલી યાદીમાં ખેરાલુથી સરદારસિંહ ચૌધરી, માણસાથી જયંતિભાઈ પટેલ (જે.એસ પટેલ) અને ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપવામાં આવી છે. જોકે હજુ પણ માંજલપુર બેઠકથી ઉમેદવારનું નામ નક્કી થઈ શક્યું નથી. ત્યારે જોવાનું રહેશે કે આ બેઠક પરથી પાર્ટી પસંદગીનો કળશ કોના પર ઢોળશે.
ADVERTISEMENT
ભાજપમાં 39 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી
નોંધનીય છે કે, ભાજપમાં આ વખતે ટિકિટને લઈને ખૂબ જ રસાકસી જોવા મળી રહી છે. પાર્ટી દ્વારા કુલ 39 જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે, એવામાં નારાજ કાર્યકરો દ્વારા કમલમ પહોંચીને તથા પોતપોતાના વિસ્તારમાં પોસ્ટરો લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા જ નવી યાદી જાહેર કરાતા કાલે હિંમતનગરમાં ઉમેદવાર વી.ડી ઝાલા વિરુદ્ધમાં પોસ્ટરો લાગ્યા હતા અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માટે માગણી કરવામાં આવી હતી. બીજી તરફ અલ્પેશ ઠાકોરને પણ ગાંધીનગરમાંથી ટિકિટ મળતા તેમનો પણ વિરોધ સ્થાનિક કાર્યકર્તાઓ કરી રહ્યા છે.
કમલમમાં દરવાજા બંધ કરવા પડ્યા હતા
નોંધનીય છે કે, ભાજપમાં ઘણી જગ્યાએ ઉમેદવારોના નામ જાહેર થતા જ અનેક સ્થળોએ વિરોધના સૂર ઉઠ્યા છે. તાજેતરમાં કમલમ ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોની પસંદગીથી નારાજ કાર્યકરો વિરોધ માટે પહોંચ્યા હતા. જેમના નામ કપાયા તેના સમર્થકો દ્વારા ગઈકાલે ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય પર દેખાવો કરવામાં આવ્યા હતા.એવામાં આખરે ભાજપના ઇતિહાસમાં પહેલીવાર કમલમના દરવાજા બંધ કરવાની ભાજપને ફરજ પડી હતી. ભાજપ દ્વારા આ પ્રકારે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પહેલીવાર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT