ચૂંટણીનો ધમધમાટ: જે.પી નડ્ડા આજથી બે દિવસ ગુજરાતમાં, 4 જિલ્લામાં 9થી વધુ કાર્યક્રમો યોજશે, જાણો સમગ્ર કાર્યક્રમ
ગાંધીનગર: ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં જ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. દિલ્હીથી દિગ્ગજ નેતાઓ પર ગુજરાતની…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં જ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. દિલ્હીથી દિગ્ગજ નેતાઓ પર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા (JP Nadda) આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને મોરબી એમ કુલ 4 જિલ્લાઓમાં કુલ 9 જેટલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
શું હશે જે.પી નડ્ડાનો કાર્યક્રમ?
- સવારે 9 વાગ્યે ગાંધીનગરથી પ્રદેશ કિસાન મોરચા દ્વારા આયોજિત નમો કિસાન પંચાયત ઈ-બાઈકનું ફ્લેગ ઓફ કરાવશે. આ ઈ-બાઈક રેલી ગુજરાતની 143 વિધાનસભા બેઠકોમાં ફરશે અને ખેડૂતો સાથે બેઠકો યોજી ભારત અને રાજ્ય સરકારની યોજનાઓથી અવગત કરાવશે.
- સવારે 10 વાગ્યે મહાત્મા મંદિરમાં ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનનોના મેયરોના બે દિવસીય પરિસંવાદનું ઉદ્ધાટન કરશે
- બપોરે 2 વાગ્યે રાજકોટમાં ભાજપના સંમેલનમાં હાજરી આપશે.
- સાંજે પાંચ વાગ્યે મોરબીમાં રોડ-શો યોજશે.
- રાત્ર 8.30 વાગ્યે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટ્રામાં વિરાંજલી કાર્યક્રમમાં સામેલ થશે.
- બુધવારે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલયે સવારે 10 વાગ્યે ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજશે.
- બપોરે 1 વાગ્યે ટાગોર હોલમાં પ્રોફેસર સમિટમાં ભાગ લેશે.
અરવિંદ કેજરીવાલ પણ આજે ગુજરાતમાં
નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરામાં આજે પેરેંટ્સ અને ટીચર્સ સાથે મિટિંગ કરશે. આ બાદ તેઓ કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે.
ADVERTISEMENT
આવતી કાલે મનીષ સિસોદિયા પણ ગુજરાતમાં
દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પણ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તે અમદાવાદ આવશે અને સાબરમતી આશ્રમથી પૂજ્ય બાપુના દર્શન કરી ગુજરાતની અંદર યાત્રાની શરૂઆત કરશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયા હાકલ કરશે.
ADVERTISEMENT