PM મોદીએ મેયરોને આપ્યું વિકાસના રોડમેપનો મંત્ર, કહ્યું-આપણે રાજકારણમાં માત્ર ગાદી પર બેસવા નથી આવ્યા…
ગાંધીનગર: વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. ત્યારે આજે ગાંધીનગરની ફાઈવ સ્ટાર લીલા હોટલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય…
ADVERTISEMENT
ગાંધીનગર: વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. ત્યારે આજે ગાંધીનગરની ફાઈવ સ્ટાર લીલા હોટલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મેયર સંમેલનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી. તેમણે આ પ્રસંગે તમામ મેયરમાં ચૂંટણીને લઈને નવા પ્રાણ ફૂંકતા વિકાસના રોડમેપનું સૂત્ર આપ્યું હતું.
મેયરોને આપ્યો વિકાસનો રોડ મેપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આઝાદીના અમૃતકાળમાં આગામી 25 વર્ષ માટે ભારતના શહેરી વિકાસનો એક રોડ મેપ બનાવવામાં આ કોન્ફરન્સની મોટી ભૂમિકા છે. આપણે રાજકારણમાં માત્ર ગાદી પર બેસવા નથી આવ્યા, સત્તામાં બેસવા નથી આવ્યા. પરંતુ સત્તા આપણા માટે માધ્યમ છે, અને લક્ષ્ય સેવા છે. સુશાસન દ્વારા આપણે કેવી રીતે જનતાની સેવા કરી શકીએ, તેના માટે આપણે કામ કરીએ છીએ.
સરદાર પટેલને યાદ કરીને શું કહ્યું?
દેશના લોખંડી પુરુષ સરદાર પટેલને યાદ કરતા PMએ કહ્યું, સરદાર વલ્લભભાઈ પટેલે મેયર તરીકે તેમની સફર શરૂ કરી હતી. આપણે એક શ્રેષ્ઠ ભારત માટે તેમના દ્વારા જણાવવામાં આવેલા રસ્તા પર ચાલીશું અને વિકાસ માટે કામ કરીશું. તમામ મેયરોએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ’ મંત્રનું પાલન કરવું જોઈએ. નગરપાલિકામાં સરદાર સાહેબે કરેલા કાર્યોને આજે પણ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. તમારે પણ તમારા શહેરોને તે સ્તર પર લઈ જવાના છે, જેથી આવનારી પેઢીઓ તમને યાદ કરે.
ADVERTISEMENT
PMએ પોતાના સંબોધનમાં મેટ્રોનો ઉલ્લેખ કરતા કહ્યું, 2014 પહેલા દેશમાં મેટ્રો નેટવર્ક 250 કિમીથી ઓછું હતું જે આજે વધીને 775 કિમીથી વધુ થઈ ગયું છે અને 1000 કિમીના નવા રૂટ પર કામ ચાલી રહ્યું છે. અમારો પ્રયાસ છે કે આપણા શહેરો સમગ્ર જીવનશૈલીનો એક ભાગ બને. આજે 100થી વધુ શહેરોમાં સ્માર્ટ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનો હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં 75,000 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT