ભાજપે લોકોનો વિશ્વાસ જીતવા અપનાવ્યો ‘ડિજિટલ રૂટ’, મિશન 182 માટે પાટીલે નવી રણનીતિના કર્યા ‘શ્રી ગણેશ’

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. અત્યારે આપ, કોંગ્રેસ હોય કે ભાજપ..તમામે ચૂંટણી પ્રચારનું કામ શરૂ કરી દીધું છે. તેવામાં BJP પણ ત્રિપાંખિયા જંગને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ડિજિટલ રૂટ’ અપનાવવામાં આવ્યો છે. ચલો ભાજપની આ ચૂંટણી પ્રચારની નવી રણનીતિ તથા જનતાનો વિશ્વાસ જીતવાની પહેલ પર નજર કરીએ…

મિશન 182 માટે ડિજિટલ રથ શરૂ કર્યા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે ડિજિટલ રથનું લોન્ચિંગ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ રથ પર ભાજપનું નવું ચૂંટણીનું સ્લોગન ભરોસાની ભાજપ સરકાર રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભરોસાની ભાજપ સરકારના સ્લોગન સાથે ડિજિટલ રથને ફ્લેગ ઓફ કરાવાયા છે. વળી 182 વિધાનસભા માટે 182 અલગ અલગ રથ ચૂંટણી પ્રચાર કરશે. તેવામાં અત્યારે પ્રાથમિક તબક્કે 50 ચૂંટણી રથોને ભાજપે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

ADVERTISEMENT

ડિજિટલ રથનો ઉદ્દેશ શું છે!
આગામી ચૂંટણીમાં ગ્રામીણથી લઈ તમામ વિસ્તારોમાં આ રથો ફરતા થઈ જશે. જેમાં ગ્રામ્ય વિસ્તારો, મહોલ્લામાં સરકારે કરેલા કામો તથા અન્ય યોજનાઓ વિશે વિગતવાર ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. એટલું જ નહીં 2017મા જાહેર કરાયેલીી મેનીફેસ્ટોમાં જે જે કામ કર્યા છે એ પણ લોકોને બતાવવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT