ચૂંટણી પહેલા રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ, ભાજપના સ્થાનિક આગેવાનોએ મંચ પરથી ચીમકી ઉચ્ચારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/પાટણ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની (Gujarat Elections) તારીખો આગામી થોડા દિવસોમાં જ જાહેર થવાની છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોમાં પ્રચારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ (BJP) દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. આ પહેલા જ ઉત્તર ગુજરાતના રાધનપુરમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનો (Alpesh Thakor) વિરોધ શરૂ થઈ ગયો છે.

સ્થાનિક નેતાને ટિકિટ આપવાની માગણી
રાધનપુર બેઠક પર આ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ઉતારવાની માંગ કરવામાં આવી રહી છે. રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ભાજપના કાર્યકરોનું સાંતલપુરના કોરડા ગામમાં મહાસંમેલન મળ્યું હતું. જેમાં ‘જીતશે સ્થાનિક, હારશે બહારનો’ સૂત્રો સાથે આ મહાસંમેલન યોજાયું. સ્થાનિગ આગેવાનોએ અલ્પેશ ઠાકોરને વિરોધ કરીને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી કરી હતી.

આયાતી ઉમેદવાર સામે વિરોધમાં સૂર
રાધનપુર વિધાનસભા બેઠકના કોરડા ગામે ભાજપ પ્રેરિત અઢારે આલમ સંમેલન યોજવામાં આવ્યું હતું અને આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉમેદવારની માંગ રહેવા પામ્યું હતું. જીતશે સ્થાનિક હારશે બહારનો ના સ્લોગન સાથે સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર, લઘુમતી સમાજના અગ્રણી ઈશુભા મલેક સહીત અન્ય સમાજના અગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સર્વે લોકોનો એક જ મત રહેવા પામ્યો હતો કે સ્થાનિક ઉમેદવાર. અને ભાજપ દ્વારા જો કોઈ ઉમેદવાર અયાતી મુકવામાં આવશે તો આ વિસ્તારના લોકો તેના વિરોધમાં રહેશે તેવો સૂર પણ ઉભો થવા પામ્યો હતો.

ADVERTISEMENT

ક્રોસ વોટિંગ બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોરે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ બાદ તેઓ ભાજપના ઉમેદવાર તરીકે રાધનપુર બેઠકમાંથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની હાર થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈની જીત થઈ હતી. ત્યારે આ વખતે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ઉઠતા વિરોધના સૂરથી જોવાનું રહેશે કે ભાજપ ફરીવાર તેમને ટિકિટ આપશે કે પછી કોઈ સ્થાનિક ઉમેદવારને તક આપશે?

    follow whatsapp

    ADVERTISEMENT