પ્રસાદનો વિવાદ: BJP નેતાએ પહેલા કહ્યું, મોહનથાળ બંધ ન થવો જોઈએ, 24 કલાકમાં કહ્યું- ચિક્કી બરાબર છે
અમદાવાદ: શક્તિપીઠ અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદ મંદિર ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ…
ADVERTISEMENT
અમદાવાદ: શક્તિપીઠ અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદ મંદિર ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ચિક્કીના પ્રસાદના નિર્ણયના સમર્થનમાં ભાજપના નેતાએ ટ્વીટ કરતા મામલો ગરમાયો છે.
ચિક્કીના પ્રસાદના નિર્ણયના સમર્થનમાં ભાજપ નેતા
ભાજપના સ્ટેટ હેડ કન્વિનર ડો. યજ્ઞેશ દવેનું એક ટ્વીટ હાલમાં ખૂબ ચર્ચામાં છે. જેમાં તે અંબાજીમાં પ્રસાદ બદલવાની વાતના સમર્થનમાં પોતાનો વિચાર રજૂ કરી રહ્યા છે. તેઓ ટ્વીટમાં લખે છે કે, હુ સામાજિક અગ્રણી સાથે ભાજપા કાર્યકર પણ છું. ટૂંકા સમયમાં બગડી જતાં મોહનથાળના વિકલ્પે ચીક્કી પણ પ્રસાદ તરીકે પૌષ્ટિક અને લાંબો સમય ટકે છે. આપણે ત્યાં “સીંગ સાકર” ભગવાનના પ્રસાદની પરંપરા છે. ભાજપા સરકાર સર્વધર્મ અને સંપ્રદાયનું સન્માન કરે છે મારા નિવેદનથી લાગણી દુભાઈ હોયતો દિલગીર છું.
ADVERTISEMENT
24 કલાક પહેલા મોહનથાળનો પ્રચાદ ચાલુ રાખવાનું કહ્યું હતું
જોકે ખાસ વાત એ છે કે, આ પહેલા ડો. યજ્ઞેશ દવેએ ગઈકાલે પણ આ વાતને લઈને એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેઓ મોહનથાળના પ્રસાદને બંધ કરવાના વિરોધમાં હતા. તેમણે લખ્યું હતું કે, એક બ્રાહ્મણ તરીકે મારી અંગત લાગણી છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો જ પ્રસાદ ચાલુ રાખવો જોઈએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ.
અંબાજીમાં ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા માઈભક્તો નારાજ
જોકે આ ટ્વિટ કર્યાના 24 કલાકમાં જ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે અને મોહનથાળના પ્રસાદને બંધ કરવાના અંબાજી મંદિર ટ્રસ્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. બીજી તરફ અંબાજીમાં પ્રસાદ બદલવાના નિર્ણયનો માઈભક્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે, મોહનથાળનો પ્રસાદ એ અંબાજીની ઓળખ છે અને વર્ષોથી ચાલી આવે છે, આ પરંપરાને બદલવી ન જોઈએ. આ સાથે જ તેમણે 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT