‘વાલિયો લૂંટારો પણ વાલ્મિકી થઈ ગયો, હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધારિત છે’, BJP નેતાની ટકોર
અમરેલી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજે અમરેલીમાં ભાજપના સીનિયર નેતા દિલીપ સંઘાણીએ મતદાન કરવા માદરે વતન પહોંચ્યા હતા. અમરેલીના માળીલા ગામે દિલીપ સંઘાણીએ…
ADVERTISEMENT
અમરેલી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજે અમરેલીમાં ભાજપના સીનિયર નેતા દિલીપ સંઘાણીએ મતદાન કરવા માદરે વતન પહોંચ્યા હતા. અમરેલીના માળીલા ગામે દિલીપ સંઘાણીએ મતદાન કર્યું હતું. પરિવાર સાથે મતદાન બાદ તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે આ બાદ તેમણે મીડિયા સાથે વાતચીતમાં હાર્દિક પટેલને સલાહ આપી હતી.
હાર્દિક વિશે શું બોલ્યા દિલીપ સંઘાણી?
દિલીપ સંઘાણીએ કહ્યું કે, સરદારનું સ્ટેચ્યુ બનતું હતું ત્યારે પણ તેણે બફાટ કર્યો છે, નરેન્દ્રભાઈ વિશે પણ ભૂતકાળમાં જે ટિપ્પણીઓ કરી હતી. હું વિચારાધારાના આધારે વાત કરી રહ્યો છું. વાલિયો લૂંટારો પણ વાલ્મિકી થઈ ગયો. પાણીને જે વાસણમાં નાખો તે આકાર બને છે. ભાજપની વિચારધારા સાથે ન ચાલે, ન સેટ થાય, તો ભાજપમાં ટકી શકતા નથી. સસ્પેન્ડ પણ કરે છે, કાઢી મૂકે છે.
હાર્દિક પટેલને શું ટકોર કરી?
તેમણે કહ્યું કે, એટલે રાષ્ટ્રીય વિચારધારા સાથે કોઈ ભૂલ સુધારવા આવે તો અમારું સુધારવાનું તો કામ છે. ઉપયોગ થયો છે, એટલે ભાજપની વિચારધારા સ્વીકારી ભાજપે સભ્ય બનાવ્યા છે, નહીં કે પાસના આંદોલન અને વિચારધારા સાથે ભાજપમાં આવ્યા. ભાજપનું ભવિષ્ય સારું છે, હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધારિત છે.
ADVERTISEMENT
‘હાર્દિકનુ ભવિષ્ય તેના વ્યવહાર પર આધારિત’: હાર્દિક પટેલને ભાજપ નેતા દિલીપ સંઘાણીની સલાહ#HardikPatel #GujaratElections2022 #electionwithgujarattak #DileepSanghani pic.twitter.com/cqGOPLELrR
— Gujarat Tak (@GujaratTak) December 1, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT