આ બેઠક પર ભાજપ એક પણ વખત ચૂંટણી નથી હારી, જાણો શું છે અકોટા બેઠકનું ગણિત
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો એક્ટિવ થઇ ચુક્યા છે. ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આંટાફેરા શરુ થઇ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો એક્ટિવ થઇ ચુક્યા છે. ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આંટાફેરા શરુ થઇ ચુક્યા છે. મતદારોને આકર્ષવાના પ્રયાસો શરુ થઇ ચુક્યા છે આ વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બની રહેશે. ભાજપ અને કોંગ્રેસની લડાઈ સાથે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરશે. રસાકસીની લડાઈમાં ભાજપ 182 સીટ જીતવાની આશાએ મેદાને ઉતરશે જયારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવવા ઉમેદવારોને મેદાને ઉતારશે. ત્યારે અકોટા બેઠક પર ભાજપ એક પણ વખત ચૂંટણી નથી હારી.
2017નું સમીકરણ
વડોદરા જિલ્લાની અકોટ વિધાનસભા બેઠકમાં વર્ષ 2017ની વિધાનસભણી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. વર્ષ 2017ની ચૂંટણી માટે અકોટા વિધાનસભા બેઠક પર ભાજપે પાટીદાર ઉમેદવારની જગ્યાએ મરાઠી ઉમેદવારની પસંદગી કરી હતી. ભાજપે સીમા મોહિલને મેદાને ઉતાર્યા હતા. અને કોંગ્રેસ તરફથી રણજીત ચૌહાણને મેદાને ઉતારવામાં આવ્યા હતા. સીમા મોહિલેને 1,09,244 મત મળ્યા હતાં અને રણજીત ચૌહાણને 52,105 મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા.
સમીકરણ અને ચર્ચા
વડોદરા જિલ્લાની અકોટા વિધાનસભા બેઠકમાં કુલ 2,75,425 મતદારો છે. 1,39,623 પુરુષ મતદારો છે અને 1,35,708 સ્ત્રી મતદારો છે. આ સાથે 94 અન્ય મતદારો છે. આ બેઠકમાં મરાઠી, મુસ્લિમ અને સવર્ણ મતદારોનું વર્ચસ્વ વધુ છે. આ સાથે આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. વર્ષ 2012થી અસ્તિત્વમાં આવેલ આ બેઠક પર કોંગ્રેસ જીતી શકી નથી. ગુજરાતી ઉમેદવારના બદલે ભાજપે ગત ટર્મમાં મરાઠી ઉમેદવાર મેદાને ઉતાર્યા હતા અને તે વિજેથા થયા હતા. આ બેઠક પર 30 ટકા જેટલું મતદાન મુસ્લિમ સમાજનું હોવા છતાં આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપે આ બેઠક પર પ્રથમ વખત જીતનાર સૌરભ પટેલને કેબિનેટમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. અકોટા બેઠક પર ભાજપનો 10 વર્ષથી કબજો છે.
ADVERTISEMENT
2008માં અસ્તિત્વમાં આવી હતી આ બેઠક
વર્ષ 2008ના નવા સીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણી સુધી સૌથી વધુ મતદારો ધરાવતા સયાજીગંજ વિધાનસભાનું વિભાજન કરીને તથા માંજલપુર બેઠકના મતદારોનું વિભાજન કરવામાં આવ્યું હતું. જનસંખ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા નવા સીમાંકનથી વર્ષ 2012માં આ બેઠકની રચના કરવામાં આવી છે. અકોટા વિધાનસભા બેઠકમાં વડોદરા મનપાના વોર્ડ નંબર- 6ના વિસ્તારનો સમાવેશ થાય છે.
કોનું પલડું રહ્યું ભારે
2012- ભાજપના ઉમેદવાર સૌરભ પટેલ વિજેતા થયા
2017- ભાજપના ઉમેદવાર સીમા મોહિલે વિજેતા થયા
ADVERTISEMENT
આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. પ્રથમ વખત આ બેઠક પર સૌરભ પટેલ જીત્યા હતા અને સૌરભ પટેલને કેબિનેટમાં ઉર્જા મંત્રી બનાવવામાં આવ્યું હતું. આ બેઠક પર ભાજપ સીમા મોહિલેને રિપીટ કરી શકે છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર મુસ્લિમ આગેવાનને મેદાને ઉતારે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર પોતાનો ઉમેદવાર ઊતાશે
ADVERTISEMENT
ADVERTISEMENT