BJPએ આંતરિક ડેમેજ કંટ્રોલ માટે ટીમ બનાવી, ટોચના નેતાને મેદાને ઉતાર્યાના અહેવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં ભાજપે મોટાભાગનાં ઉમેદવારોની યાદી બહાર પાડતા ઘણા દિગ્ગજ નેતાઓના નામ પણ કપાયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટિકિટ વહેંચણીથી ઘણા નેતાઓ નારાજ હોવાના સમાચારો વહેતા થયા છે. તેવામાં એમના સમર્થકોમાં પણ રોષ પ્રસર્યો હોવાથી ભાજપે આંતરિક વિવાદ દૂર કરી ડેમેજ કંટ્રોલ માટે ટોચના નેતાને મેદાનમાં ઉતાર્યાના અહેવાલો મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે આ ટીમ અત્યારે વિવિધ બેઠકોને આવરી લેવા સક્ષમ છે અને નેતાઓ તથા કાર્યકર્તાઓને મનાવવાની કવાયત પણ હાથ ધરી દીધી છે.

જાણો કયા નેતાઓમાં નારાજગી પ્રસરી…
ભાજપમાં ટિકિટ ન મળી હોય એવા નેતાઓ તથા સતત વિજેતા રહ્યા હોવા છતા ઉમેદવારોની યાદીમાં સામેલ ન હોય તેઓ અત્યારે પાર્ટીથી નારાજ છે. નેતાઓની સાથે કાર્યકર્તાઓનું દળ પણ અત્યારે વિરોધના વંટોળમાં છે. આમાંથી ઘણા નેતાઓએ તો અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી છે.

ગુજરાતમાં કયા કયા વિસ્તારના નેતા છે નારાજ…
મીડિયા અહેવાલો પ્રમાણે મધ્ય ગુજરાતમાં 6 જીતેલા ધારાસભ્યોના પત્તા કપાતા તેઓ નારાજ છે. તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં પણ અત્યારે રોષ પ્રસરી ગયો છે. તેવામાં ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર…મોટાભાગના નેતાઓની ટિકિટ કપાઈ જતા સ્થાનિક સ્તરે વિરોધ થયાના અહેવાલો મળી રહ્યા છે.

ADVERTISEMENT

રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે કુલ 11 બેઠકો એવી છે જ્યાં સ્થાનિક આગેવાનો અને સમર્થકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેવામાં ડેમેજ કંટ્રોલ માટે ભાજપે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યાની માહિતી મળી રહી છે. તેઓ ઝોન પ્રમાણે રૂબરૂ મુલાકાત કરી નારાજગી દૂર કરવા પ્રયત્નો કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT