VIDEO: નેતાજીની ટપોરીગીરી! સુરતમાં દબાણ હટાવવા આવેલા અધિકારીઓને BJPના કોર્પોરેટરે ગાળો ભાંડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: શહેરના વોર્ડ નંબર 29ના ભાજપના કોર્પોરેટરનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ ગેરકાયદેસર દબાણ હટાવવા માટે આવેલી કોર્પોરેશનની ટીમ સાથે જ જાહેરમાં ગાળાગાળી કરે છે આટલું જ નહીં કોર્પોરેશનના કર્મચારીઓને પણ પોતાની કામગીરી કરતા રોકે છે.

કોર્પોરેટરે સરકારી જમીન પર દબાણ કર્યું હતું
ભાજપના વોર્ડ નંબર 29ના કોર્પોરેટર બંશુ યાદવ દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. જેની જાણકારી મળતા જ કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે કોર્પોરેટરને આ બાબતની જાણ થતા જ તે બુલેટ લઈને ત્યાં પહોંચી ગયા અને ટપોરીગીરી કરતાં જાહેરમાં જ અધિકારીઓને ગાળી ભાંડી હતી, જાણે અધિકારીઓ ખોટું કામ કરી રહ્યા હોય. આટલું જ નહીં પોલીસની સામે જ કોર્પોરેટર અધિકારીઓને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું.

 

ADVERTISEMENT

અધિકારીઓને ગાળો ભાંડતા કોર્પોરેટરનો વીડિયો વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં ઉપસ્થિત ભીડમાંથી કોઈ વ્યક્તિએ ઉતારી લીધો હતો. જે હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. લોકપ્રતિનિધિ હોવા છતાં અને પ્લોટ પર ગેરકાયદેસર દબાણ કરવા છતાં ભાજપના કોર્પોરેટર એટલા બેફામ થઈને દાદાગીરી કરતા દેખાયા કે તેમને પોતાની ભૂલ પણ દેખાતી નહોતી. બંશુ યાદવ આ અગાઉ પણ ભૂતકાળમાં ગેરકાયદેસર દબાણને લઈને માથાકૂટ કરી હોવાની વાત સામે આવી હતી.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT