ભાજપને ચૌધરી સમાજનો પડકાર, વિપુલ ચૌધરીને નહીં છોડો તો ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે
સુરતઃ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પર વિવિધ ભ્રષ્ટચારના આક્ષેપો અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. જેના પગલે ચૌધરી સમાજમાં રોષ…
ADVERTISEMENT
સુરતઃ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પર વિવિધ ભ્રષ્ટચારના આક્ષેપો અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. જેના પગલે ચૌધરી સમાજમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. તેમને છોડવા માટે ચૌધરી સમાજે રાજવ્યાપી વિરોધ કરીને ભાજપને પડકાર પણ ફેંક્યો છે. ચૌધરી સમાજે જણાવ્યું કે જો વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો ભાજપને આનું પરિણામ ભોગવવું પડી શકે છે.
ભાજપને ચૌધરી સમાજનો પડકાર
ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપને ચૌધરી સમાજે મોટો પડકાર ફેંક્યો છે. સોમવારે રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અહીં તેમની માત્ર એક જ માગણી હતી કે વિપુલ ચૌધરીને છોડી મૂકો. જો આમ નહીં થાય તો આગામી ચૂંટણીમાં ભાજપે આનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
ચૌધરી અને OBC સમાજનું આંદોલન
વિપુલ ચૌધરીને છોડી મૂકવા માટે સમાજ તેમની પડેખે આવીનો ઉભો છે. તેમના સમર્થનમાં વિપુલ ચૌધરી અને ઓબીસી સમાજે સાથે મળીને સુરતના જિલ્લાધિકારીને જણાવ્યું હતું. આ દરમિયાન તેમના કાર્યાલય પર ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિપુલ ચૌધરીને છોડી મૂકવા જણાવ્યું હતું. જો આમ નહીં થાય તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પરિણામ ભોગવવું પડશે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી.
ADVERTISEMENT
With Input – સંજય રાઠોડ
ADVERTISEMENT