‘આ વખતે સંભાળી લેજો, આ ચૂંટણી નથી ભારત-પાકિસ્તાનનું યુદ્ધ છે’, ઉમેદવારની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ
અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. 89 બેઠકો પર 788 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા મેદાને ઉતર્યા છે. ત્યારે મતદાનને લઈને નેતાઓમાં…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. 89 બેઠકો પર 788 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા મેદાને ઉતર્યા છે. ત્યારે મતદાનને લઈને નેતાઓમાં પણ એક અલગ ભય જોવા મળી રહ્યો છે અને એકે એક વોટ માટે તેઓ કાર્યકરોને દોડાવી રહ્યા છે અને સાચવી લેવા માટે રજૂઆત કરી રહ્યા છે. ત્યારે વાગરાના ભાજપના ઉમેદવારનો કથિત ઓડિયો હાલમાં સામે આવી રહ્યો છે. જેમાં તેઓ કાર્યકરને સંભાળી લેવા માટે કહી રહ્યા છે. Gujarat Tak આ વાઈરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.
ભાજપના ઉમેદવાર શું બોલી રહ્યા છે ઓડિયોમાં?
વાગરાના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રાણા કાર્યકરને ફોન કરીને કહી રહ્યા છે કે, આ વખતે સંભાળી લેજો. આ ચૂંટણી નથી, આ તો ભારત-પાકિસ્તાનનું યુદ્ધ છે. જેના જવાબમાં કાર્યકર પણ બધું સંભાળી લેશે તેવી ખાતરી આપે છે. કથિત ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ ચૂંટણી પહેલા હાલમાં વાઈરલ થઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT