BJP એ ચૂંટણી સમયે 8 જિલ્લા / મહાનગરો પર કાર્યકારી પ્રમુખોની કરી નિમણૂક, જાણો શું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. વિધાનસભાની ચૂંટણીને લઈ રતજકીય પક્ષો એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન ભાજપે પોતાના 160 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. જેમાં 8 જિલ્લા તથા મહાનગરના પ્રમુખને વિધાનસભાની ચૂંટણીના મેદાને ઉતારવામાં આવ્યા છે. આ દરમિયાન ચૂંટણીના સમયે 8 મહાનગરની જવાબદારી માટે કાર્યકારી પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે. ભાજપ પોતાના ઉમેદવારની યાદીમાં સંગઠનના હોદેદારોનો પણ સમાવેશ કરી દીધો છે. ત્યારે ભાજપે 8 સંગઠનના હોદેદારોને મેદાને ઉતારતા તમને જગ્યાએ કાર્યકારી અધ્યક્ષોની નિમણૂક કરી છે.

જાણો કોની કરી નિમણૂક 

ADVERTISEMENT

  • તાપી – વિકમ તરસાડીયા
  • વડોદરા- બી. જે. બ્રમભટ્ટ
  • આણંદ- મયુર સુથાર
  • કર્ણાવતી- પરેશ લાખાણી
  • કચ્છ- વલમજી હુંબલ
  • મોરબી- રણછોડભાઇ દલવાડી
  • ગિરસોમનાથ- દિલીપસિંહ બારડ
  • અમરેલી- રાજેશ કાબરિયા

 

ADVERTISEMENT

ગુજરાતની ચૂંટણીનો કાર્યક્રમ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT