ભિલોડાનો કુખ્યાત આરોપી સુકા ડુન્ડ પોલીસનો લોખંડી બંદોબસ્ત તોડી ફરાર, 1 PSI અને 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ ભિલોડાના ડોડીસરા ગામનો આરોપી સૂકો ચૂસ્ત લોખંડી પોલીસના બંદોબસ્તને મ્હાત આપીને ફરાર થઈ ગયો છે. તેવામાં હવે જોવાજેવું એ રહ્યું છે કે પોલીસ દ્વારા મહામહેને જે આરોપીને પકડવામાં આવ્યો હોય તે ફરાર થઈ જતા જોવાજેવી થઈ છે. નોંધનીય છે કે કોઈપણ ગુનામાં આરોપી પકડાયો હોય પરંતુ તે પેરોલ પર 10થી 15 દિવસ સુધી મુક્ત થઈ શકતા હોય છે. આવામાં આરોપી સૂકા ડુંડને મોડાસા સબ જેલમાંથી કોર્ટે પોલીસ બંદોબસ્ત વચ્ચે વચગાળાના જામીન આપ્યા હતા. તેવામાં એ ફરાર થઈ જતા તેમની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.

પોલીસ પર પણ હુમલો કરી ચૂકેલો આરોપી છટકી ગયો
ભિલોડાના ડોડિસર ગામનો રહેવાસી સૂકા ડુન્ડ સામે પોલીસ સામે હુમલો કરવા સહિત ચોરી અને હત્યાના વિવિધ ગુનાઓ નોંધાયા હતા. જેના પરિણામે તે જેલમાં કેદ હતો. તેવામાં હવે તેણે પેરોલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોતાના વતન જવાની અનુમતિ મેળવી લીધી હતી.

જાણો કેવી રીતે ભાગ્યો આરોપી
પ્રાથમિક માહિતી પ્રમાણે આ દરમિયાન શરૂઆતના દિવસોમાં આરોપીએ પોલીસના બંદોબસ્તની સંપૂર્ણ માહિતી મેળવી હતી. વળી સુકા ડુન્ડના બંદોબસ્તમાં સતત પોલીસની ટીમ પણ બદલાતી રહેતી હતી. તેવામાં હવે જ્યારે પે રોલના અંતિમ 4 દિવસો બાકી હતા ત્યારે સુકો સંપૂર્ણ વ્યૂહરચના ઘડીને ફરાર થઈ ગયો હતો.

ADVERTISEMENT

મોડીરાત્રે 10 વાગ્યે તેના બંદોબસ્તમાં 7 કોન્સ્ટેબલો અને 1 પીઆઈ હતા. જેમાં તકનો લાભ ઉઠાવીને આરોપી તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ યો હતો. ઉલ્લેખનીય છે કે આવા ગંભીર ગુનાઓ જે આરોપીએ આચર્યા હોય તે આવી રીતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે છટકી જતા ચકચાર મચી ગઈ છે. જિલ્લા પોલીસ પણ એની તપાસ હાથ ધરવા માટે સતત કાર્યરત થઈ ગઈ છે.

1 PSI અને 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
ભિલોડાનો કુખ્યાત આરોપી સુકો ડુંડ ફરાર થઈ જવાના કેસમાં 1 PSI અને 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેવામાં હવે જિલ્લાની LCB, SOG, પેરોલ ફ્લોની ટીમ તેમજ જિલ્લાના 25 પોલીસ અધિકારીઓની વિવિધ 3 ટીમ બનાવી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

With Input- હિતેશ સુતરિયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT