ગૃહ મંત્રાલયએ Biparjoy ચક્રવાત માટે રાહત પેકેજની કરી જાહેરાત, ગુજરાતને ફાળવ્યા 338 કરોડ
Biparjoy cyclone : રાજ્યમાં જૂન મહિનામાં અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. આ ચક્રવાતે ભારે વિનાશ વેર્યો હતો. જેને લઈ આજે કેન્દ્ર…
ADVERTISEMENT
Biparjoy cyclone : રાજ્યમાં જૂન મહિનામાં અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. આ ચક્રવાતે ભારે વિનાશ વેર્યો હતો. જેને લઈ આજે કેન્દ્ર સરકારે મદદ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગૃહમંત્રાલય દ્વારા ગુજરાતને ₹338.24 કરોડની નાણાકીય સહાય મંજૂર કરાય છે.ચક્રવાત બિપરજોયથી રાજ્યને ભારે અસર થઈ હતી. આ સિવાય ગૃહ મંત્રાલયે હિમાચલ પ્રદેશને 633.73 કરોડ રૂપિયાની વધારાની નાણાકીય સહાયને મંજૂરી આપી છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર, આભ ફાટવા અને ભૂસ્ખલનથી રાજ્ય ગંભીર રીતે પ્રભાવિત થયું હતું.
Ministry of Home Affairs has approved the financial assistance of Rs 338.24 crore to Gujarat today. The state was severely affected by Cyclone Biparjoy, says the Ministry. pic.twitter.com/w24do8R30g
— ANI (@ANI) December 12, 2023
ગુજરાત દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો
ગુજરાત દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું જેના પગલે રાજ્યમાં તબાહી સર્જી હતી.રાજ્યસભામાં કેન્દ્રિયમંત્રીએ જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ બાગાયતી પાકોને કુલ 1212.50 કરોડ રુપિયાના આર્થિક નુકસાનનો અંદાજ છે. ઉપરાંત ગુજરાત સરકારના મેમોરેન્ડમ મુજબ બિપરોજોય વાવાઝોડાને કારણે 1.33 લાખ હેક્ટર વિસ્તાર પ્રભાવિત થયો હતો.
ADVERTISEMENT
બિપરજોય વાવાઝોડાથી ગુજરાતને રૂ.1797.82 કરોડનું નુકસાન થયુ
અગાઉ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડાની કેન્દ્રીય ટીમ સમક્ષ માહિતી આપી હતી કે, વહીવટીતંત્રની સજગતાના પરિણામે વાવાઝોડા દરમિયાન સંપતિને બાદ કરતાં જાનહાનિ અટકાવી હતી. બિપરજોય વાવાઝોડાના કારણે મુખ્યત્વે રસ્તા, વીજળી, કૃષિ પાક, મકાનો, વૃક્ષો, બંદરો વગેરેને થયેલા નુકસાનનું યોગ્ય વળતરની કેન્દ્ર સરકાર પાસે માંગ કરવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા જૂન મહિનામાં આવેલા અતિવિનાશક બિપરજોય વાવાઝોડાથી ગુજરાતને રૂ.1797.82 કરોડનું નુકસાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરી હતી.
ADVERTISEMENT