Suratમાં કારખાનેથી ઘરે જતા બાઈક ચાલકનું પતંગની દોરીથી ગળું કપાયું, નસો કપાઈ જતા સ્થળ પર જ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં છાસવારે પતંગની દોરીથી ગળા કપાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે વડોદરામાં હોકિ પ્લેયરનું ચાઈનીઝ દોરીથી ગળું કપાતા મોત નિપજ્યું હતું. ત્યારે હવે સુરતમાં પણ પતંગની દોરીથી બાઈક સવાર આધેડનું ગળું કપાઈ જતા સ્થળ પર જ મોત થયાનો બનાવ બન્યો છે.

કારખાનામાંથી ઘરે જતા પતંગની દોરી ગળામાં વાગી
સુરતના કામરેજથી ચાર રસ્તા પરથી બળવંત પટેલ નામના આધેડ પસાર થતા હતા. પાવરલુમ્સના કારખાનામાંથી સાંજે ઘરે જતા સમયે બળંવતભાઈના ગળામાં પતંગની દોરી આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. વાહન ચાલકના ગળામાં પતંગની દોરી એવી રીતે ફસાઈ કે ગળાની નસો જ કપાઈ ગઈ. પરિણામે સ્થળ પર જ તેમનું કમાકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. દોરીના ઘા એટલા ગંભીર હતા કે ગળા પર જાણે કોઈએ છરી ફેરવી દીધી હોય તે હદે નુકસાન પહોંચ્યું હતું.

આ પણ વાંચો: VADODARA માં ચાઇનીઝ દોરીએ લીધો વધારે એક જીવ, તંત્ર ઉંઘતુ ઝડપાયું

ADVERTISEMENT

ઉત્તરાયણના તહેવાર પહેલા પરિવારમાં શોકનો માહોલ
હાલ તો મૃતક બળવંતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કામરેજના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો છે. તો પરિવારજનોમાં પણ ઉત્તરાયણના તહેવાર પહેલા શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે બવળંતભાઈનું ગળું કપાયું તે ચાઈનીઝ માંજો હતો કે બીજો કોઈ તે વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

આ પણ વાંચો: યુવતીને ગાડી સાથે ઢસડી, ચામડી છોલાઈ ગઈ; કપડાં પણ ફાટ્યા પરંતુ શખસોએ ગાડી ન રોકી!

ADVERTISEMENT

વડોદરામાં પણ હોકી પ્લેયરનું ચાઈનીઝ દોરીથી મોત
નોંધનીય છે કે, ગઈકાલે વડોદરામાં ઘરેથી બાઈક લઈને નીકળેલા હોકી પ્લેયરનું ગળામાં ચાઈનીઝ દોરી વાગતા ગળાની નશો કપાઈ ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT