ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ મોટો ફટકો, મહિસાગરના ઉપપ્રમુખ BJPમાં જોડાયા…
મહિસાગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બેક ટુ બેક કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. મહિસાગર જિલ્લા કોંગ્રેસમાં મોટુ ગાબડું…
ADVERTISEMENT
મહિસાગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બેક ટુ બેક કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. મહિસાગર જિલ્લા કોંગ્રેસમાં મોટુ ગાબડું પડી ગયું છે. અહીં જિલ્લા કોંગ્રેસ કમિટિના ઉપપ્રમુખ રાધુસિંહ પરમારે કેસરિયો ધારણ કરી લીધો છે. અત્યારે આ મોટા ફટકાને કારણે કોંગ્રેસની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. એને પડ્યા પર પાટુ વાગ્યું છે.
ભાજપ કાર્યાલય ઉદ્ઘાટનમાં જોડાયા…
અમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને જિલ્લા કોંગ્રેસ કમિટિના ઉપપ્રમુખ રાધુસિંહ પરમારે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે વીરપુર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કેસરિયો ધારણ કર્યો હતો. આના પરિણામે હવે વિધાનસભા ચૂંટણીના સમયે જ ભાજપમાં આ દિગ્ગજ નેતા જોડાઈ જતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે.
ચૂંટણી સમયે મોટો ફટકો…
પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે રાધુસિંહ પરમારને ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ તમામ ઘટનાના પગલે હવે કોંગ્રેસની આગામી રણનીતિ શું હશે તે પણ જાણવા જેવી રહેશે. તથા હવે ભાજપ આ ચૂંટણી સંગ્રામમાં જંગી બહુમતીથી જીત મેળવવા માટે પણ સજ્જ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
With Input: વિરેન જોશી
ADVERTISEMENT