હેમચંદ્રાચાર્ય યુનિ. MBBS ગુણ કૌભાંડમાં થયો મોટો ખુલાસો, કુલપતિને ફટકારાઈ શો કોઝ નોટિસ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/પાટણઃ શુક્રવારે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ ગુણ કૌભાંડની તપાસ કરાયા બાદ જે રિપોર્ટ મળ્યો હતો, એને ખોલવાની સર્વાનુમતે તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે આમાં કુલપતિ ડો.જે.જે.વોરા દોષિત હોય એવા કોઈ પુરાવાઓ મળ્યા નથી. જોકે તે સમયે તેઓ પરીક્ષાના કન્વીનર હતા અને અહીં ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ બાબતે વિગતવાર ચર્ચા કરાઈ હતી. જેને લઈને તેમને 21 દિવસની શો કોઝ નોટિસ ફટકારવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી મળી રહી છે.

PM મોદીના માતાને શ્રદ્ધાંજલી આપી..
આ બેઠકની શરૂઆતમાં સૌથી પહેલા હીરા બાને શ્રદ્ધાંજલી પાઠવવા માટે સભ્યોએ મૌન પાળ્યું હતું. ત્યારપછીથી જ આ બેઠક દરમિયાન 25 જેટલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાનો દોર શરૂ કરાયો હતો. આ રિપોર્ટને ખોલીને વાંચવા માટે દિલીપભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી હતી. તેમના અધ્યક્ષસ્થાને આ રિપોર્ટ વંચાયો હતો અને કારોબારીએ પણ આને સ્વીકાર્યો હતો. આ દરમિયાન તમામ પાસાઓ પર નજર કરીને કુલપતિને 21 દિવસની શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારપછી એમનો જે જવાબ આવશે ત્યારે જ કારોબારી આ અંગે છેલ્લો નિર્ણય કરી શકે છે.

કુલપતિ સીધા દોષિત હોવાનું સામે નથી આવ્યું..
નોંધનીય છે કે રિપોર્ટનું વંચાણ કર્યા પછી સામે આવ્યું છે કે કુલપતિ આ કૌભાંડના સીધા દોષિત નથી. જોકે એમબીબીએસ પરીક્ષાના કન્વીનર હોવાથી તેમની ગંભીર પ્રકારની બેદરકારી છતી થઈ ગઈ છે. આને લઈને તેમને શો કોઝ નોટિસ ફટકારી દેવામાં આવી છે. આમાં કુલપતિના જવાબ પછી કારોબારી કમિટિ અંતિમ નિર્ણય પર પહોંચી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT