Congressને મોટો ફટકો, પૂર્વ MLA કામિનીબા રાઠોડ જોડાયા ભાજપમાં
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય માહોલ ગરમ છે. રાજ્યમાં તોડજોડણી રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે ટિકિટ ના આપતા નારાજ નેતા કામિનીબાએ કોંગ્રેસ સાથે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય માહોલ ગરમ છે. રાજ્યમાં તોડજોડણી રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે ટિકિટ ના આપતા નારાજ નેતા કામિનીબાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. ત્યારે આજે ગાંધીનગર કમલમ ખાતે તે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે નેતાઓ નારાજ થઈ પોતાની પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. તેવામાં કોંગ્રેસથી લાંબા સમયથી નાજર કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે. ટિકિટ ફાળવણીને લઈ કામિનીબાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. ત્યારે આજે કામિનીબા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આગામી ચૂંટણીમાં કામિનીબા બાજપને કેટલો નફો કરવી શકે છે અને કોંગ્રેસને કેટલો ફટકો પડી શકે છે તે જોવાનું રહ્યું.
congress પર કર્યા પ્રહાર
ભાજપમાં જોડાયા બાદ કામિનીબાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે એક મહિલા તરીકે મે મારી રજૂઆત કોંગ્રેસમાં કરી. પરંતુ સાચા વ્યક્તિને અવાજને દબાવવાનો પ્રયાસ કરાયો. કોંગ્રેસમાં 10 વર્ષ વફાદાર રહી કામ કર્યું છતાં મહિલાના અવાજને દબાવવા પ્રયાસ કરવામાં આવ્યો. આખરે કંટાળી મે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો
ADVERTISEMENT
અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
દેહગામ બેઠક પરથી કોંગ્રેસે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કામિનીબા રાઠોડ નારાજ થયા હતા મિનીબા રાઠોડે ટિકિટને લઈ પ્રદેશ પ્રમુખ પર પણ ગંભિર આરોપ લગાવ્યા હતા. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દાવેદારી પરત ખેચવાના અંતિમ દિવસે તેમણે દાવેદારી પરત ખેચી લીધી હતી.
કોંગ્રેસ પર લગાવ્યો હતો ગંભીર આરોપ
ગાંધીનગર જિલ્લાની 34 દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા. આ સાથે કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે વિરોધ નારાજ થયા હતા. દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામીનીબાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા . તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે આ બેઠક માટે મારી પાસે એક કરોડ માંગ્યા છે. મેં રૂપિયા ન આપ્યા તો અન્યો જોડેથી રૂપિયા લઈને ટિકિટ વેચી દેવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT