BREAKING: ભૂપેન્દ્ર પટેલ બીજી વખત બનશે ગુજરાતના મુખ્યમંત્રી, ધારાસભ્યોની બેઠકમાં પ્રસ્તાવ પાસ
ગાંધીનગર: ગુજરાતની નવી સરકાર રચવાની કવાયત ચાલી રહી છે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક કમલમ ખાતે મળી હતી. જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતની નવી સરકાર રચવાની કવાયત ચાલી રહી છે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક કમલમ ખાતે મળી હતી. જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો જ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં તેમને સમર્થન આપવામાં આવ્યું હતું. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની આજે જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ કનુ દેસાઇએ મુકયો હતો. જેને શંકર ચૌધરી,પૂર્ણેશ મોદીએ ટેકો જાહેર કર્યો હતો. સાથે જ રમણ પાટકર,મનીષા વકીલે પણ તેમના નામને ટેકો જાહેર કર્યો હતો. ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં કોને સમાવવા અને કોને નહીં તેના પર ચર્ચા માટે ભાજપના કેન્દ્રિય નેતાઓ રાજનાથ સિંહ, બી.એસ.યેદુરપ્પા અને અર્જુન મુંડા પણ ગુજરાત પહોંચ્યા હતા.
મંત્રીમંડળમાં 22 થી 23 સભ્યો હોવાની શક્યતા છે
નવી સરકારનું મંત્રીમંડળ 22થી 23 સભ્યોની હોવાની શક્યતા છે. ગુજરાત સરકારના નવામંત્રીમંડળમાં નવા અને જુના ચહેરાઓને સ્થાન મળી શકે છે. નવી સરકારમાં 10 કે 11 કેબિનેટમંત્રી અને 12થી 13 રાજ્યકક્ષાના મંત્રી બને તેવી શક્યતા છે. ગુજરાતમાં તમામ ઝોન, ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના તમામ વિસ્તારોમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની રચના કરી શકે છે. જો કે કોઇ પણ ઝોન કે કોઇ પણ સમાજને નુકસાનની લાગણી ન દુભાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
ADVERTISEMENT
નવામંત્રી મંડળમાં હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, ઋષીકેશ પટેલ, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, પંકજ દેસાઇ, પુર્ણેશ મોદી, બાલકૃષ્ણ શુક્લ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, કિરીટસિંહ રાણા, અલ્પેશ ઠાકોર, અમિત ઠાકર, વિનુ મોરડીયા, કૌશિક વેરિયા, ભગવાન બારડ, કનુ દેસાઇ, શંભુપ્રસાદ ટુંડિયા, ગણપત વસાવા, પીસીબરંડા, રમણલાલ વોરાનો સમાવેશ કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્રપટેલની સરકારના 25 મંત્રીઓ પૈકી 5 મંત્રીઓને તો ટિકિટ કપાઇ ગઇ હતી. જ્યારે 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ચુક્યાં છે. જેમાંથી ઘણા મંત્રીઓને રિપિટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT