ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના લીધા શપથ, જાણો કોને કોને મળ્યું મંત્રી મંડળમાં સ્થાન
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. આ જીત બાદ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી માટે પસંદગઈ કરવામાં આવી છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. આ જીત બાદ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી માટે પસંદગઈ કરવામાં આવી છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા છે. આ સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા.
વિજય રૂપાણી એ અચાનક રાજીનામું આપી દીધું અને ગુજરાતના હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો આ દરમિયાન અચાનક ભૂપેન્દ્ર ભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યાર બાદ 2022માં ભાજપે 156 બેઠકો મેળવી અને ત્યાર બાદ ફરી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગઈ કરવામાં આવી છે. જેથી આજે ફરીએકવાર સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
જ્યારે કેબિનેટ મંત્રી તરીકે કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મુળુભાઇ બેરા, ડોક્ટર કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયાએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા.
ADVERTISEMENT
ગુજરાતનું મંત્રી મંડળ
કેબિનેટ મંત્રી
કનુ દેસાઈ
ઋષિકેશ પટેલ
રાઘવજી પટેલ
બળવંતસિંહ રાજપૂત
કુંવરજી બાવળિયા
મુળુભાઇ બેરા
ડૉ. કુબેર ડિંડોર
ભાનુબેન બાબરિયા
ADVERTISEMENT
રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો
હર્ષ સંઘવી
જગદીશ પંચાલ
ADVERTISEMENT
રાજ્યકક્ષાના મંત્રી
પરસોત્તમ સોલંકી
બચુભાઈ ખાવડ
મુકેશ પટેલ
પ્રફુલ પાનસેરીયા
ભીખુ પરમાર
કુંવળજી હળપતિ
ADVERTISEMENT