ભૂપેન્દ્ર પટેલે નોંધાવ્યો અનોખો રેકોર્ડ, સતત બીજીવાર શપથ લેનારા પ્રથમ પાટિદાર CM; જાણો ઈતિહાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતિથી સરકાર બનાવી લીધી છે. ત્યારે હવે આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત બીજીવાર ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. આમાં રસપ્રદ વાત એ છે કે ભૂપેન્દ્ર પટેલ પહેલા એવા પાટીદાર મુખ્યમંત્રી બનશે જેઓ સતત બીજીવાર આ પદ માટે શપથ લેશે. નોંધનીય છે કે આ રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલના નામે થયો છે. ચલો આપણે પાટીદાર મુખ્યમંત્રીઓના કાર્યકાળ સહિત ગુજરાતના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ…

ગુજરાત રાજ્યમાં અત્યારસુધી પાંચ પાટીદાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જોકે અત્યારસુધી એવું ક્યારેય નથી બન્યું કે વિધાનસભા ચૂંટણી થઈ હોય અને પછીથી કોઈ મુખ્યમંત્રીએ સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હોય. રાજકારણના ઈતિહાસમાં આ પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે કોઈ પાટીદાર મુખ્યમંત્રી (ભૂપેન્દ્ર પટેલ) ફરી એકવાર CM પદના શપથ લેશે.

ચીમનભાઈ પટેલ 207 દિવસ સુધી રહ્યા મુખ્યમંત્રી…
ગુજરાતના રાજકારણની વાત કરીએ તો ચીમનભાઈ પટેલ 18 જુલાઈ 1973થી 9 ફેબ્રુઆરી 1974 સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. એટલે કે જોવા જઈએ તો 207 દિવસ સુધી ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. જ્યારે ચીમનભાઈ પટેલની સરકાર જ્યારે જતી રહી હતી. ત્યારે બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા.

ADVERTISEMENT

બાબુભાઈની સરકાર જતા રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું..
નોંધનીય છે કે ગુજરાતમાં તે સમયે રાજકારણ સતત નવા જૂની થતી રહેતી હતી. બાબુભાઈ જશભાઈ પટેલ 268 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારે તેમનું શાસન 18 જૂન 1975થી 12 માર્ચ 1976 સુધી રહ્યું હતું. જોકે બાબુભાઈની સરકાર જતા રાષ્ટ્રપતિ શાસન લાગું કરવું પડ્યું હતું. ત્યારે ચૂંટણી થઈ અને માધવસિંહ સોલંકીને સત્તા મળી હતી. તેમની સરકાર બની અને તેમનું શાસન પણ 107 દિવસ સુધી રહ્યું અને પછી પતન થયું હતું. હવે આ દરમિયાન સમયાંતરે બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા અને તેઓ 11 એપ્રિલ 1977થી 6 જૂન 1980સુધી કાર્યરત રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેઓ સતત બીજીવાર બન્યા નહોતા. વચ્ચે માધવસિંહ સોલંકીની સરકાર બની ગઈ હતી.

કેશુભાઈ પટેલનો કાર્યકાળ
ગુજરાતના રાજકારણમાં કેશુભાઈ પટેલની સરકાર બની હતી. ત્યારે 14 માર્ચ 1995એ કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા હતા. તેમની સરકારનો કાર્યકાળ લગભગ 221 દિવસ સુધી ચાલ્યો હતો. જોકે આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા 21 ઓક્ટોબર 1995એ કેશુભાઈ પટેલે રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી 1998માં ચૂંટણી પછી કેશુભાઈ ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ ભૂકંપ સમયે તેમણે રાજીનામું આપી દીધું હતું.

ADVERTISEMENT

આનંદીબેન પટેલ અને પાટીદાર આંદોલનનો એ સમય…
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારપછી સૌથી મોટો સવાલ એ હતો કે ગુજરાત રાજ્યને મુખ્યમંત્રી તરીકે કોણ મળશે. ત્યારે 22 મે 2014ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બન્યા હતા. પરંતુ કાર્યકાળ દરમિયાન પાટીદાર આંદોલનને કારણે સ્થિતિ વણસી અને તેમને 2 વર્ષ અને 77 દિવસ પછી પદ પરથી દૂર થવું પડ્યું હતું. આ રાજકારણમાં આવેલી નવા જૂની પછી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા હતા.

ADVERTISEMENT

ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર શપથ લેશે…
વિજય રૂપાણી પછી ગુજરાતને નવા મુખ્યમંત્રી મળ્યા. રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને નિમાયા હતા. તેમના નેતૃત્વ હેઠળ ભાજપે ઐતિહાસિક જીત મેળવી 156 બેઠકો જીતી લીધી છે. જેથી આજે ફરીએકવાર સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT