યુવાનનો ભોગ લેવાયા બાદ ભાવનગરનું તંત્ર જાગ્યું, રખડતા પશુને પકડવાની કામગીરી હાથ ધરાઇ
નીતિન ગોહેલ, ભાવનગર: રાજ્યભરમાં રખડતા પશુનો આતંક રહ્યું છે. ત્યારે ભાવનગરમાં 29 વર્ષીય યુવાનનું રખડતા પશુનું હડફેટે આવતા મોત થયું છે. આ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકા…
ADVERTISEMENT
નીતિન ગોહેલ, ભાવનગર: રાજ્યભરમાં રખડતા પશુનો આતંક રહ્યું છે. ત્યારે ભાવનગરમાં 29 વર્ષીય યુવાનનું રખડતા પશુનું હડફેટે આવતા મોત થયું છે. આ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકા નું તંત્ર હરકતમાં આવ્યું છે. ભરતનગર વિસ્તારમાં લાલાબાપા ચોક થી શિવાજી સર્કલ વિસ્તારમાંથી રખડતા ઢોર પોલીસ બંદોબસ્ત સાથે પકડવાની શરૂઆયાત કરી છે.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે થોડા દિવસો પહેલા એક યુવકનું મોત નીપજયું હતું. જે ઘટના બાદ મહાનગરપાલિકા નું તંત્ર હરકતમાં આવ્યું છે. રખડતા ઢોર બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ કડક કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ભાવનગર મહાનગરપાલિકાની ટીમ તેમજ ભરત નગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભરતનગર વિસ્તારમાં લાલાબાપા ચોક થી શિવાજી સર્કલ વિસ્તારમાંથી રખડતા ઢોર પોલીસ બંદોબસ્ત સાથે પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહેસાણાના યુવાનનું થયું હતું મોત
ભાવનગર શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરના કારણે યુવાનો ભોગ લેવાયો છે. ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાસે રખડતા ઢરે યુવાનને હડફેટે લેતા મોત થયું છે. યુવાન પોતાની બાઇક લઈ જતો હતો એ દરમ્યાન રખડતા ઢોરે અડફેટે લેતા યુવકનું મૃત્યુ થયું છે. 29 વર્ષીય રવિભાઈ અમૃતભાઈ પટેલ નામના યુવાનનું રખડતા ઢોરે હડફેટે લેતા મૃત્યુ થયું હતું. રવિ પટેલ મહેસાણાનો રહેવાસી અને હાલ ભાવનગરના કળિયાબીડ વિસ્તાર માં રહેતો હોવાનું સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT