પ્રેમ સંબંધનો કરૂણ અંજામઃ ભાવનગરમાં લીવ ઈન રિલેશનશિપમાં રહેતી યુવતીએ પ્રેમીનું ઢાળી દીધું ઢીમ, કારણ ચોંકાવનારું
Bhavnagar Crime News: ભાવનગર જિલ્લાના કાળાતળાવ ગામ નજીક તાજેતરમા થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. યુવકની તેની પ્રેમીકાએ જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા…
ADVERTISEMENT
Bhavnagar Crime News: ભાવનગર જિલ્લાના કાળાતળાવ ગામ નજીક તાજેતરમા થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. યુવકની તેની પ્રેમીકાએ જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પ્રેમિકાની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વિપુલને સોનલ સાથે થયો હતો પ્રેમ
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, સિહોર તાલુકાના ગુંદાળા ગામના રહેવાસી અને કાળાતળાવ ગામ નજીક આવેલી નિરમા ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિપુલ ચાવડા નામના યુવકને ભાલપંથકના નર્મદ ગામે રહેતી સોનલ સોલંકી સાથે પ્રેમ થયો હતો.
ઝુંપડુ બાંધી સાથે રહેતા હતા બંને
જે બાદ સોનલ અને વિપુલે સાથે રહેવાનું નક્કી કર્યું હતું. સોનલ અને વિપુલ લગ્ન કર્યા વગર મૌખિક મૈત્રીકરાર કરીને નિરમા ફેક્ટરી પાસે જ ઝુંપડુ બાંધી સાથે રહેતા હતા. સોનલ ખાડીમાં માછીમારી કરીને ઘર ચલાવતી હતી, જ્યારે વિપુલ ડ્રાઈવરની નોકરી કરતો હતો. થોડા દિવસો સુધી તો બધુ બરાબર ચાલતું હતું.
પૈસા બાબતે થયો ઉગ્ર ઝઘડો
જે બાદ બંને પ્રેમી વચ્ચે અવારનવાર નાના-મોટા ઝઘડા થતા હતા. ઘણીવાર પૈસાની માંગ કરીને સોનલ સાથે મારકૂટ કરતો હતો. ગઈકાલે પણ બંને વચ્ચે પૈસાને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો, આ દરમિયાન ગુસ્સામાં આવીને સોનલે વિપુલની છાતીમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દીધો હતો. જેમાં વિપુલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસે સોનલની કરી અટકાયત
હાલ વેળાવદર ભાલ પોલીસે પંચનામું કરીને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યયો છે. જ્યારે હત્યારી પ્રેમિકા સોનલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT