લોકસભાની ચૂંટણી પહેલા નૌતમ સ્વામીનો વધુ એક વિડીયો વાયરલ, જાણો શું કહ્યું દેશની સત્તાને લઈને

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વર્ષ 2024 માં લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન રાજકીય પક્ષો અને નેતાઓ કમર કસી રહ્યા છે. ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં વિરોધીઓની ડિપોઝિટ ડૂલ કરવા માટે કમર કસી રહી છે. આ દરમિયાન આવનાર લોકસભાની ચૂંટણીને લઈ સાધુ સંતો પણ રસ લઈ રહ્યા છે. પરોક્ષ રીતે મેદાને ઉતરી ચૂકયા છે. 2024ની ચૂંટણી પહેલા વડતાલ ધામના સંત નૌતમ સ્વામીનો વિડીયો વાયરલ થયો છે. તેમણે કહ્યું કે, બે વર્ષમાં લોકસભા આવે તો તેમાં જો હિન્દુ હિત કી બાત કરેગા વહી ગુજરાત પે નહિ સારે દેશ પે રાજ કરેગા.

2024 લોકસભાની ચૂંટણી પહેલા રાજકરણમાં રસ દાખવતો વધુ એક વડતાલ ધામના સંત નૌતમ સ્વામીનો વિડિયો સોશીયલ મિડિયામાં વાયરલ થયો છે. તેમણે કહ્યું કે, આવનારા એક – બે વર્ષમાં લોકસભા આવે તો તેમાં જો હિન્દુ હિત કી બાત કરેગા વહી ગુજરાત પે નહિ સારે દેશ પે રાજ કરેગા. મહુધાના હેરંજમાં આયોજિત જાહેર ધર્મ સભામાં નિવેદન આપ્યું હતું.

ADVERTISEMENT

 અનેક વખત ભાજપ માટે રાજકારણમાં દાખવ્યો છે રસ 
નૌતમ સ્વામી અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ છે. નૌતમ સ્વામી અનેક વખત રાજકારણને લઈને ચર્ચામાં રહ્યા છે. આ પહેલા હાર્દિક પટેલના જોડાવાને લઈને નિવેદન આપી ચૂક્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા પણ ભાજપને મત આપવા માટે જાહેરમાં અપીલ કરી ચૂકયા છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા પણ નિવેદન આપતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા પણ વાઇરલ થયો હતો વિડીયો
ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા થયેલા વાયરલ વીડિયોમાં નૌતમ સ્વામી કહી રહ્યા છે કે, ભાજપના રાજના કારણે હિન્દુઓ આજે ગર્વથી મસ્તક ઊંચું રાખીને ફરી શકે છે. કાશી વિશ્વનાથનું મંદિર 500 ફૂટમાં હતું. 5 લાખ સ્ક્વેર ફૂટનું કરવાનું કામ વિક્રમાદિત્ય અને રાજા રણજિતસિંહ પછી કોઇએ કર્યું હોય તો તે માનનીય નરેન્દ્રભાઇએ કર્યુ છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર એનો અબજો રુપિયાનો પ્લાન કોઇ હેરીડીટરીમાં જન્મેલો રાજા ન કરી શકે તેવું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગીરનારનો વિકાસ હોય પાલિતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય શ્રી રામજન્મભૂમિ પરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્દ્રભાઇના હાથે થઇ રહ્યા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: પોરબંદર SPની કડકાઈઃ કસ્ટોડિયલ ડેથમાં PSI સહિત 5 પોલીસકર્મીને એક ઝટકે કર્યા સસ્પેન્ડ

ADVERTISEMENT

આવનારી શતાબ્દી એ હિંદુઓની શતાબ્દી છે.  એટલે યાદ રાખીને જેટલા હિંદુ હોય એમને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો નાના મોટા સ્વાર્થ ભૂલવા, મને મળ્યું ન મળ્યું એ ભૂલવું રસ્તો બન્યો ન બન્યો, લાઇટ ગઇ આવી એમાં ન પડવું. પડવું તો એ માત્ર હિંદુત્વના માર્ગે પડવું. આવી ખાસ તમને અપીલ કરું છું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT