પર્સમાંથી રૂ.35 ગાયબ થતાં ટીચરે બાળકોને મંદિર લઈ જઈ સોગંદ ખવડાવ્યા, શિક્ષણ વિભાગે કરી સજા

ADVERTISEMENT

BIHAR NEWS
શિક્ષિકાના પર્સમાંથી 35 રૂપિયા ગાયબ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

શિક્ષિકાના પર્સમાંથી 35 રૂપિયા ગાયબ

point

બાળકોને એક મંદિરમાં લઈ ગઈ શિક્ષિકા

point

બાળકોને ભગવાનના સોગંદ ખવડાવ્યા

Bihar Banka News:  બિહારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શિક્ષિકાના પર્સમાંથી 35 રૂપિયા ગાયબ થઈ જતાં તે સ્કૂલના બાળકોને એક મંદિરમાં લઈ ગઈ હતી અને બાળકોને ભગવાનના સોગંદ ખવડાવ્યા હતા. આ મામલો શિક્ષણ વિભાગના ધ્યાને આવતાં શિક્ષિકાની બદલી કરી નાખી છે.

વાલીઓ થયા લાલઘુમ

તમને જણાવી દઈએ કે આ મામલો બાંકા જિલ્લાની એક પ્રાથમિક શાળાનો છે. અહીં એક શિક્ષિકાના પર્સમાંથી 35 રૂપિયા ગાયબ થઈ જતાં તે બાળકોને મંદિરમાં લઈ ગઈ અને બાળકોને સોગંદ ખાવા માટે કહ્યું કે તેઓએ રૂપિયા નથી ચોર્યા. આ મામલો સામે આવ્યા બાદ વાલીઓએ શિક્ષિકા સામે વાંધો ઉઠાવ્યો અને શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ ચેતવણી આપી હતી કે જો શિક્ષિકા સામે પગલાં લેવામાં નહીં આવે તો તેઓ શાળાને તાળા મારી દેશે. 

21 ફેબ્રુઆરીએ બની હતી ઘટના

કહેવાય છે કે આ ઘટના 21 ફેબ્રુઆરીના રોજ રાજૌન બ્લોકના અસમાનીચક ગામમાં આવેલી એક સ્કૂલમાં બની હતી. શિક્ષિકાનું નામ નીતુ કુમારી છે. શિક્ષિકાએ એક વિદ્યાર્થીને તેના પર્સમાં રાખેલી પાણીની બોટલ લાવવા માટે કહ્યું હતું. આ પછી જ્યારે તેણે પોતાનું પર્સ ચેક કર્યું તો તેમાંથી 35 રૂપિયા ગાયબ હતા. આ પછી તે વિદ્યાર્થીઓને મંદિરમાં લઈ ગઈ હતી.

ADVERTISEMENT

BEOએ શું કહ્યું?

બ્લોક એજ્યુકેશન ઓફિસર (BEO) પંકજ કુમારે કહ્યું કે શિક્ષિકાનું આ વર્તન અયોગ્ય છે. આ રીતે કોઈપણ વિદ્યાર્થી પર શંકા કરવી યોગ્ય નથી. અમે શિક્ષિકની બદલી કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT