ACBની સફળતા ટ્રેપ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો નિરીક્ષક લાંચ લેતા ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Banaskantha News : રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તો એવા વધુ એક લાંચિયા અધિકારીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષક શાળાના આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવાર પાસેથી 10 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પાટણ એસીબીએ ચોકઠું ગોઠવી ઓપરેશન પાર પાડ્યું છે. જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષક રાજેશ દેસાઈ 10 હજારની લાચ લેતા રંગે હાથે ઝડપાયો છે.

શું હતો મામલો

ACBના સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક રાજેશકુમાર દેસાઈને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ઈન્ટરવ્યૂમાં જિલ્લા કક્ષાની ભરતીની પસંદગી સમીતીમાં આ કામના આક્ષેપિતે આ કામના ફરિયાદીનું ઇન્ટરવ્યુ લીધુ હતુ અને ફરિયાદી આ ઇન્ટરવ્યૂમાં પાસ થતાં આચાર્ય તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જે નિમણુંક માટે આ કામના આક્ષેપીતે ફરિયાદી પાસે આચાર્ય તરીકેની નિમણુંકમાં ચાલીસ હજારનો વ્યવહાર ચાલે છે અને નિમણુંકમાં મદદ કરી છે તેમ કહી ચાલીસ હજારની માંગણી કરી હતી. જે ડીલ અંતે રૂપિયા 20 હજાર ફાઇનલ કરવામાં આવી હતી. જેમાં 10 હજાર આ કામના ફરિયાદીએ પહેલા આપી દીધા હતા અને બાકીની લાંચની રકમ ફરિયાદી આપવા ન હતા એટલે તેમણે એ.સી.બી.ને ફરીયાદ કરી અને એસીબી એક ચોકઠું ગોઠવી સફળતા પૂર્વક ઓપરેશન પાર પડ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT