‘શાહરૂખની ફિલ્મનો બહિષ્કાર કરો, જે થિયેટરમાં આવે તેને ફૂંકી મારો’ અયોધ્યાના મહંત કેમ ધૂંઆપૂંઆ થયા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અયોધ્યાના મહંત રાજુ દાસે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. આટલું જ નહીં તેમણે કહ્યું કે, ‘હું દર્શકોને અપીલ કરું છું કે જે થિયેટરોમાં પઠાણ ફિલ્મ બતાવવામાં આવે તેને જ ફૂંકી મારો.’ રાજૂ દાસે બોલિવૂડ અને શાહરૂખ ખાન પર સતત સનાતન ધર્મનો મજાક કરવાનો આરોપ લગાવ્યો છે.

શાહરુખ ખાન પર હિન્દુ ધર્મનો મજાક ઉડાવવાનો આરોપ
અયોધ્યાના મહંત રાજુ દાસે કહ્યું કે, બોલિવૂડ અને હોલિવૂડ સતત આ પ્રયાસમાં રહે છે કે કેવી રીતે સનાતન ધર્મનો મજાક કરવો, કેવી રીતે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવું. પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણ દ્વારા બિકિની પહેરીને સાધુ-સંતો અને રાષ્ટ્રના રંગ ભગવાને ઠેસ પહોંચાડવામાં આવી છે. આ દુ:ખદ છે.

દીપિકાની બિકિની પર બબાલ
રાજૂ દાસે કહ્યું કે, શાહરુખ ખાન સતત સનાતન ધર્નનો મજાક ઉડાવતા રહ્યા છે. તેમણે પૂછ્યું કે, શું જરૂર હતી કે ફિલ્મમાં ભગવા રંગની બિકિની પહેરીને આ પ્રકારનું અંગ પ્રદર્શન કરવાની. તેમણે કહ્યું કે, આ કામ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે. રાજૂ દાસે કહ્યું કે, આ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. હું દર્શકોને અપીલ કરું છું કે તે ફિલ્મનો બહિષ્કાર કરે અને જ્યાં પણ ફિલ્મ લાગે તે થિયેટરને ફૂંકી મારે. જેવા સાથે તેવો જ વ્યવહાર થવો જોઈએ.

ADVERTISEMENT

મધ્ય પ્રદેશના મંત્રીએ પણ ઉચ્ચારી ચીમકી
ઉલ્લેખનીય છે કે, 25મી જાન્યુઆરીએ શાહરુખ અને દીપિકાની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ રહી છે. જોકે ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ છે. આ પાછળનું કારણ ફિલ્મના એક સોન્ગમાં દીપિકાનો ડ્રેસ છે, જેમાં તે કેસરી રંગની બિકિની પહેરીને દેખાઈ રહી છે, તેને લઈને હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશના મંત્રીએ ફિલ્મમાં દીપિકાના કપડા ન બદલાયા તો તેને રિલીઝ ન થવા દેવાની પણ ચીમકી આપી છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT