કેજરીવાલ અમદાવાદમાં જે રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા તે ભાજપનો ખેસ પહેરી PMની સભામાં પહોંચ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તાજેતરમાં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે રીક્ષાચાલકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં એક રીક્ષાચાલકના આમંત્રણ પર તેઓ તેના ઘરે જમવા માટે ગયા હતા. જોકે હવે આ રીક્ષા ચાલકના ભાજપના ખેસ પહેરીને નરેન્દ્ર મોદીની સભામાં પહોંચ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

થલતેજમાં વડાપ્રધાન મોદીની સભા હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે થલતેજમાં તેમણે મેટ્રોના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું હતું. આ બાદ તેમણે એક જનસભાને પણ સંબોધી હતી. ત્યારે વડાપ્રધાનની આ જનસભામાં રીક્ષાચાલક વિક્રમ દંતાણી પણ ભાજપનો ખેસ પહેરીને કાર્યકર્તાઓ સાથે બસમાં જતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.

ADVERTISEMENT

કેજરીવાલ રીક્ષાચાલકના આમંત્રણ પર તેના ઘરે જમવા ગયા હતા
નોંધનીય છે કે અમદાવાદમાં 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં આવેલા વિક્રમ દંતાણી નામના રીક્ષા ચાલકે કેજરીવાલને તેના ઘરે જમવા જવાનું આમંત્રણ આપ્યું હતું. જે બાદ કેજરીવાલ તેની જ રીક્ષામાં બેસીને વિક્રમ દંતાણીના ઘરે જમવા માટે પહોંચ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT