અશ્વિન જેવી બોલિંગ એક્શન ધરાવતા બરોડાના સ્પિનરને ઓસ્ટ્રેલિયાએ રાતોરાત નેટપ્રેક્ટિસ માટે બોલાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

બેંગ્લુરુ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 9મી ફેબ્રુઆરીથી બોર્ડર-ગાવસ્કર સીરિઝની શરૂઆત થઈ રહી છે. ચાર ટેસ્ટની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ ભારત પહોંચી ગઈ છે અને બેંગલુરુના અલૂરમાં ચાર દિવસના ખાસ પ્રેક્ટિસ સેશનની તૈયારી શરૂ કરી છે. ટેસ્ટ મેચમાં ભારતના ટોચના સ્પીનર અશ્વિનનો સામનો કરવા ઓસ્ટ્રેલિયન બેટરોએ અશ્વિન જેવી જ બોલિંગ એક્શન ધરાવતા બરોડાના સ્પિનર મહેશ પિઠીયાને નેટ પ્રેક્ટિસ સેશનમાં ખાસ બોલાવ્યો છે. મહેશ સામે સ્ટીમ સ્મિત તેમજ લાબુશેન સહિતના બેટરો લાંબો સમય સુધી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

જૂનાગઢમાં જન્મેલા મહેશ પિઠીયાએ ચાર ફર્સ્ટ ક્લાસ મેચ રમી
ખાસ છે કે જૂનાગઢમાં જન્મેલા મહેશ પિઠીયાએ બરોડા તરફથી ચાર ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને તેમાં કુલ 8 વિકેટ ઝડપી છે. મહેશની સાથે અન્ય સ્પિનરોને પણ ઓસ્ટ્રેલિયાની ટીમે બોલાવ્યા છે. જેમાં જમ્મુ-કાશ્મીરના સ્પિનર અબીદ મુસ્તાક ઉપરાંત લેફ્ટ આર્મ સ્પિનર શશાંક મલ્હોત્રા અને થ્રો-ડાઉન સ્પેશ્યાલિસ્ટ ખલીફ શરિફને પણ ઓસ્ટ્રેલિયન બેટરોએ સ્પિન બોલિંગનો સામનો કરવા તૈયારીના માટે બોલાવ્યા છે.

અક્ષર પટેલથી પણ સાવધાન ઓસી. ટીમ
રિપોર્ટ્સ મુજબ, ઓસ્ટ્રેલિયન ટીમ અશ્વિન ઉપરાંત ભારતીય સ્પિનર અક્ષર પટેલની બોલિંગના પણ વીડિયો જોઈ રહી છે.અક્ષર પટેલે ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે રમાયેલી ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. જેના કારણે કાંગારૂ ટીમ હવે તેને પણ ગંભીરતાથી લઈ રહી છે. કર્ણાટક ક્રિકેટ એસોશિએશન દ્વારા 3 જેટલી પિચો કાંગારૂ બેટરોને આપવામાં આવી છે. જેમાં તૂટેલી પિચ પર બેટરો સ્પિન બોલિંગ રમવાની આકરી પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT