ભાવનગરમાં PM મોદી વિશ્વના પહેલા CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે, વિજ્ઞાન ક્ષેત્રે કરશે મોટી જાહેરાત!

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2022ના દિવસે ભાવનગર ખાતે વિશ્વના પહેલા CNG ટર્મિનલનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે PM મોદી આ દરમિયાન જાહેર સભાના સંબોધન સહિત રોડ શો કરશે. તેવામાં શહેરમાં તેમના સ્વાગત માટેની જોરશોરથી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. અહીં સાયન્સ મ્યુઝિયમ સેન્ટરના લોકાર્પણ સહિતના વિકાસ કાર્યોને મંજૂરી આપી શકે છે. વળી ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

GMB (ગુજરાત મેરિટાઇમ બોર્ડ)ને ડિસેમ્બર 2019માં, કન્સોર્ટિયમે ભાવનગર પોર્ટની ઉત્તર બાજુએ CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલના વિકાસ માટે પ્રપોઝલ રજૂ કરવામાં આવી હતી. જોકે આ પ્રોજેક્ટની દરખાસ્ત ગુજરાત સરકારે સ્વીકારી લીધી હતી. ત્યારપછી ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (BPIPL)ના નામે GMBએ સપ્ટેમ્બર 2020માં એક લેટર ઑફ ઈન્ટેન્ટ (LOI) જાહેર કર્યો હતો. આ કન્સોર્ટિયમ દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ પર્પઝ વેહિકલ છે.

305970245_639494404206839_3373520304571948229_n

ADVERTISEMENT

બ્રાઉનફિલ્ડ પોર્ટ અને CNG ટર્મિનલની ખાસિયતો
વર્લ્ડના સૌથી પહેલા CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે વિશ્વની ચોથી મોટી લોક ગેટ સિસ્ટમ આ પોર્ટ પર વિકસાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પોર્ટને 4024 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કરાશે. આ પોર્ટ દ્વારા ભાવનગરની ભવિષ્યમાં જે જરૂરિયાતો હશે કે પછી કોઈ પ્રોજેક્ટ, વાહન સ્ક્રેપિંગ તથા અન્ય મેગા પ્રોજેક્ટ્સ જેવી જરૂરિયાતો પૂરી કરી શકાશે.

ડોર સ્ટોપ કનેક્ટિવિટી પૂરી પાડશે
આ પોર્ટની વધુ એક ખાસિયત એ છે કે તેમાં મલ્ટીપર્પસ ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલનો સમાવેશ કરાયો છે. જે રોડવે અને રેલ્વે નેટવર્કને સૌથી મોટા બિઝનેસ ઝોન, ડેડિકેટ ફ્રેઈટ કોરિડોર તથા નોર્થન વિસ્તારોને ડોર-સ્ટેપ કનેક્ટિવિટી પૂરી પાડવામાં મદદરૂપ થશે. આની સાથે કાર્ગો વોલ્યુમમ હેન્ડલિંગ સહિત ઘણા આર્થિક ફાયદાઓમાં મદદ કરશે. આની સાથે 1100 લોકોને રોજગારી આપશે.

ADVERTISEMENT

307104424_639494477540165_2867872872860971024_n

ADVERTISEMENT

CNG ઇમ્પોર્ટ ટર્મિનલ ક્લીન એનર્જીની માગ અત્યારે વધી રહી છે. જેને પૂરી પાડવા માટે આ એક વૈકલ્પિક સ્ત્રોત બનીને રહેશે. જો CNGની સપ્લાય મેકેનિઝમ શરૂ થઈ ગઈ તો ભારતને નાના પાયે જે ગેસનો વપરાશ નથી થયો એ જથ્થાનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવશે. ઉલ્લેખનીય છે કે હજુ આ પોર્ટનું નિર્માણ 2026 સુધી પૂરૂ થાય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. જ્યારે 2023ના પહેલા 6 મહિનાની અંદર પોર્ટના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી રિજનલ સાયન્સ સેન્ટરનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદી આની સાથે ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. આ 20 એકરમાં ફેલાયેલું સાયન્સ સેન્ટર 100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જે ભાવનગર દાસ નાળા, નારી ગામ, અમદાવાદ હાઈવે પાસે આવેલું છે.

રિજનલ સાયન્સ સેન્ટરની વિશેષતાઓ-

  • સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વિકાસને ધ્યાનમાં રાખીને અહીં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે થીમ આધારિત ગેલેરીઓનું નિર્માણ કરાયું છે.
  • અહીં મરિન એક્વેટિક ગેલેરીમાં વિવિધ દરિયાઈ જીવ તથા જળચર જીવો રાખવામાં આવશે.
  • ઓટોમોબાઈલ ગેલેરીમાં વિવિધ એન્જિનોને લગતી માહિતી સહિત વિદ્યાર્થીઓ માટે અહીં વર્કશોપની વ્યવસ્થા પણ કરાઈ છે.
  • નોબલ પ્રાઈઝ ગેલેરીમાં 224 મેડલ પ્રાપ્તકર્તાઓના જીવનના પરિવર્તન સહિત આ ક્ષેત્રે યોગદાનને પ્રદર્શિત કરશે.
  • આની સાથે અહીં ઈલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરીમાં મેગલેવ, હોલ ઓફ ટેસ્લા, બુલેટ ટ્રેનના વર્કિંગ ડેમોન્સ્ટ્રેશન મોડલને નિહાળી શકશે.

ભાવનગરનું આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર બાયોલોજી સાયન્સીસ ગેલેરી સહિત વિવિધ થીમ આધારિત ગેલેરીઓ ઉપરાંત અહીં ટોય ટ્રેન, એનિમેટ્રોનિક ડાયનોસોર, નેચર એક્સપ્લોરેશન ટૂર, મોશન સિમ્યુલેટર્સથી સજ્જ છે. શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક ક્રિએટિવ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે.

    follow whatsapp

    ADVERTISEMENT