કોંગ્રેસની ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવા અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે! આગેવાનો સાથે કરશે ખાસ બેઠક

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવા માટે કટીબદ્ધ છે. તેવામાં મિશન 2022 અંતર્ગત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ 17 અને 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં જનસંપર્ક કરશે. ઉલ્લેખનીય છે કે યૂથ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રામાં ભાગ લેવાની સાથે અશોક ગેહલોત રાધનપુર અને થરાદમાં જનસભાને સંબોધિત કરશે. ચલો તેમના સંપૂર્ણ કાર્યક્રમ પર નજર કરીએ…

અશોક ગેહલોતનો સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાત પ્રવાસ દરમિયાન 17 ઓક્ટોબરે સાંજે અશોક ગેહલોત રાધનપુર ખાતે જનસભા સંબોધિત કરશે. ત્યારપછી તેઓ 18મી તારીખે અમદાવાદ ખાતે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. જેમાં ચૂંટણીલક્ષી રણનીતિ અને તૈયારીઓને આખરી ઓપ આપવાની ચર્ચા કરી શકે છે. ત્યારપછી અશોક ગેહલોત થરાદમાં રોડ શો કરશે અને ત્યાં જંગી સભાને સંબોધિત કરશે.

આવી ભારત જોડો યાત્રા આજ સુધી થઈ નથીઃ ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત શનિવારે કર્ણાટકના બેલ્લારી પહોંચ્યા હતા અને રાહુલ ગાંધીની બેઠક અને મુલાકાતમાં હાજરી આપી હતી. આ દરમિયાન ગેહલોતે રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ આટલી લાંબી સફર શરૂ કરી છે, તે દેશ પ્રત્યે પ્રતિબદ્ધતા વિના થઈ શકે નહીં. ગેહલોતે કહ્યું કે ઋષિમુનિઓ પણ તેમના પ્રવાસમાં આરામ લે છે, પરંતુ રાહુલ થાક્યા વિના દરરોજ 25 કિમી ચાલી રહ્યા છે. આવો પ્રવાસ અત્યાર સુધી થયો નથી.

ADVERTISEMENT

દેશની અખંડિતતા માટે યાત્રા
ગેહલોતે કહ્યું કે વિચારો, રાહુલ ગાંધીએ 3500 કિમીમાંથી 1000 કિમીની સફર પૂરી કરી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીનું વચન દેશના ગરીબો, પછાત, દલિતો, મજૂરો, ખેડૂતો સાથે છે. તે ઈચ્છે છે કે દેશની અખંડિતતા જળવાઈ રહે. આ સંદેશ સાથે રાહુલ ગાંધીએ યાત્રાની શરૂઆત કરી છે. આ દરમિયાન અશોક ગેહલોતે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારને બદનામ કરીને અને લોકોનું ધ્રુવીકરણ કરીને સત્તા મેળવી.

    follow whatsapp

    ADVERTISEMENT