આંદોલનો સમેટવા સરકારનો રોકેટ ગતિએ એક્ટિવ થઈ, હવે આશા વર્કર બહેનોની હડતાળ સમેટી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલન ઊભું થયું છે. આજે ગાંધીનગરમાં આશાવર્કર બહેનો પોતાની વિવિધ માગણીઓને લઈને એકઠી થઈ હતી. જેના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને આંદોલન કરી રહેલી કેટલીક આશા વર્કર બહેનોને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને આશા વર્કર બહેનો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ ઉદભવી હતી. જોકે આ વિશે રાજ્ય સરકારની કમિટી સાથે ચર્ચા બાદ આશા વર્કર બહેનોએ હડતાળ સમેટી લીધી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરી હતી.

ત્રણ માગણીઓ કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી સ્વીકારી શકાઈ નહીં
સરકાર સાથે ચર્ચા બાદ જાહેરાત કરાઈ કે, કમિટી સાથે દોઢ કલાક સુધી ચર્ચા કરી હતી. વર્ગ-4નું મહેકમ ઊભું કરી કાયમી કર્મચારી બનાવવામાં આવે અને ઈન્સેન્ટીવ પ્રથા બંધ કરવામાં આવે, લઘુતમ વેતન આપવામાં આવે આ ત્રણ મુદ્દા કેન્દ્ર સરકાર હસ્તક છે. આથી તેમાં નિર્ણય કેન્દ્ર સરકાર જ લઈ શકે છે. આથી બહેનોને 5000 રૂપિયા મળશે અને જૂનું જે ઈન્સેન્ટીવ હતું તે પણ મળશે.

શું છે આશાવર્કર બહેનોની માંગણી?
ચૂંટણી નજીક આવતા જ પોતાની પડતર માગણીઓને લઈને આશા વર્કર બહેનોએ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. તેમની માંગ છે કે, આશા ફેસીલીટેટર બહેનોને સાતમા પગાર પંચ મુજબ લઘુતમ વેતન મુજબ પગાર આપવામાં આવે. સાથે જ 40 વર્ષ વટાવી ચૂકેલી બહેનોને પેન્શન યોજનામાં સમાવવામાં આવે તથા મહિલા કર્મચારીઓને 180 દિવસની મેટરનીટી લીવ આપવામાં આવે. આ સાથે જ તેમને કાયમી કરવામાં આવે તેવી પણ માંગણી સરકાર સમક્ષ મૂકી છે.

ADVERTISEMENT

સરકારને આપી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી
આ સાથે જ આશા એન્ડ હેલ્થ વર્કર્સએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે, સરકાર જો 10મી સપ્ટેમ્બર સુધીમાં તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો મહિલાકર્મીઓ આગામી સમયમાં મોટી રેલી યોજશે અને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરીને આંદોલન કરશે. એવામાં હવે સરકાર દ્વારા તાત્કાલિક પગલા લઈને આ મામલે આશા વર્કર બહનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT