બોટાદમાં સૌરભ પટેલની ટિકિટ કપાતા જ ભાજપમાં ભડકો, 500થી વધુ હોદ્દેદારો-કાર્યકરોના રાજીનામા
બોટાદ: ભાજપે ગઈકાલે જ પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં 38 ધારાસભ્યો સહિત ઘણા મોટા ચહેરાઓની ટિકિટ કાપી લેવામાં આવી છે. ત્યારે હવે…
ADVERTISEMENT
બોટાદ: ભાજપે ગઈકાલે જ પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં 38 ધારાસભ્યો સહિત ઘણા મોટા ચહેરાઓની ટિકિટ કાપી લેવામાં આવી છે. ત્યારે હવે ભાજપમાં તેની અસર જોવા મળી રહી છે. બોટાદમાં દિગ્ગજ નેતા સૌરભ પટેલની ટિકિટ કાપી નખાતા ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે એક સાથે 500 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે.
ભાજપના કાર્યકરોની માગણી છે કે બોટાદના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સ્થાને સૌરભ પટેલને જ યથાવત રાખવામાં આવે. આ માગણી સાથે તેઓ ગાંધીનગરમાં કમલમ ખાતે જઈને સી.આર પાટીલને પણ રજૂઆત કરવા જશે. આજે મોટી સંખ્યામાં બોટાદમાં ભાજપના કાર્યાલય ખાતે સમર્થકો એકઠા થયા હતા. આ સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો ભાજપ સૌરભ પટેલને ટિકિટ નહીં આપે તો આ બેઠક પણ તે ગુમાવશે.
નોંધનીય છે કે ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થતા જ ઠેર-ઠેર ભડકો થઈ રહ્યો છે. ગઈકાલે ભાવનગરમાં પણ મહુવા બેઠક પર નવા ઉમેદવારનું નામ જાહેર થતા ભાજપમાં રોષ સામે આવ્યો હતો. ક્ષત્રિય સમાજે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ મહુવામાં ભાજપના 300 જેટલા કાર્યકરો અને આગેવાનોએ રાજીનામા ધરી દીધા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT