અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાત આવશે, 3 દિવસમાં 6 જનસભાઓ ગજવશે
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલ ગુજરાતમાં 3 દિવસમાં 6 જેટલી જનસભાઓ ગજવશે.…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલ ગુજરાતમાં 3 દિવસમાં 6 જેટલી જનસભાઓ ગજવશે. 28, 29 અને 30 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તમામ સભાઓમાં તેમની સાથે હાજર રહેશે.
ક્યાં ક્યાં સભાઓ ગજવશે કેજરીવાલ?
ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહેલા કેજરીવાલ 28મીએ મોરવા હડફ અને કાંકરેજમાં જનસભાને સંબોધન કરશે. આ બાદ 29મીએ ચીખલી અને ડેડિયાપાડામાં જનસભાને સંબોધન કરશે. આ બાદ તેઓ 30મીએ ગારિયાધાર અને ધોરાજી ખાતે જનસભાને સંબોધન કરશે.
આમ આદમી પાર્ટી શરૂ કરશે યાત્રા
ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટી વધુ એક યાત્રા શરૂ કરશે. આવતીકાલે AAPના ઈસુદાન ગઢવી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આપની ‘બસ, હવે તો પરિવર્તન જોઈએ’ યાત્રા શરૂ કરાવશે. આ યાત્રા 70 જેટલી બેઠકો પર ફરશે અને મતદારો સુધી પહોંચશે.
ADVERTISEMENT
ચલણી નોટો પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર રાખવા કેજરીવાલની અપીલ
નોંધનીય છે કે, આજે સવારે જ અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ચલણી નોટોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રૂપિયાની ચલણી નોટો પર લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની તસવીર પણ રાખવી જોઈએ. આ અંગે કેન્દ્ર સરકારને પત્ર લખીને અરવિંદ કેજરીવાલે અપીલ કરશે. કેજરીવાલે વધુમાં કહ્યું છે કે, ગાંધીજીની તસવીર પણ રાખવી જ જોઈએ. પરંતુ બીજી બાજુ લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની તસવીર પણ રાખવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT