ગુજરાતમાં માત્ર 5 બેઠકો જીતીને પણ AAP પાસે જશ્નનું કારણ, કેજરીવાલે કાર્યકરોને આપ્યો ખાસ મેસેજ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે, જ્યારે પહેલીવાર તમામ બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને માત્ર 5 સીટો જ મળી છે. જોકે તેમ છતાં પણ આમ આદમી પાર્ટી માટે ગુજરાતની ચૂંટણીમાં સારી ખબર સામે આવી રહી છે. ગુજરાતમાં AAPને 13 ટકા જેટલા વોટ પ્રાપ્ત થયા છે. આ સાથે જ કેજરીવાલની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. અરવિંદ કેજરીવાલે વીડિયો બનાવીને આ અંગે જાણકારી આપી છે.

કેજરીવાલે વીડિયો મેસેજ પોસ્ટ કર્યો
કેજરીવાલે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને દેશવાસીઓને શુભકામના. તમારી આમ આદમી પાર્ટી આજે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. આજે ગુજરાતમાં ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. જેટલા વોટ ગુજરાતમાં AAPને મળ્યા છે તે હિસાબથી તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દેશમાં ઘણી એવી ઓછી પાર્ટી છે જેમની પાસે આ દરજ્જો છે.

10 વર્ષમાં AAP રાષ્ટ્રીય પાર્ટી બની
તેમણે કહ્યું કે, માત્ર 10 વર્ષ પહેલા આમ આદમી પાર્ટી બની હતી. જેની બે રાજ્યોમાં સરકાર છે અને આજે તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. હું આ માટે ગુજરાતના લોકોને આભાર માનું છું, હું ગુજરાત આવ્યો ત્યારે તમારો પ્રેમ મળ્યો તેનો હું જીવનભર આભારી રહીશ. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને તે કિલ્લાને ભેદવામાં અમે સફળ રહ્યા. AAPને 13 ટકા જેટલા વોટ મળ્યા છે. આ વખતે કિલ્લો ભેદવામાં સફળ રહ્યા એમ આગામી વખતે કિલ્લો તમારા સાથથી કિલ્લો જીતવામાં સફળ રહીશું.

ADVERTISEMENT

કાર્યકરો માટે કેજરીવાલે શું મેસેજ આપ્યો?
સાથે જ તેમણે AAPના તમામ કાર્યકરોનો પણ આભાર માન્યો હતો અને કહ્યું કે, ચૂંટણીમાં તો હાર-જીત થતી રહે છે, પરંતુ આપણે લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ. તેથી ચૂંટણી પત્યા પછી બેસીસું નહીં પરંતુ તમારી આસપાસ ગામ, શહેર, વિસ્તારના લોકોની સેવા કરતા રહેજો.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT