‘ગુજરાતમાં 5 સીટો જીતવી એ બળદમાંથી દૂધ કાઢવા જેવું મુશ્કેલ હતું’, કેજરીવાલ કેમ આવું બોલ્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભલે હાર મળી હોય, પરંતુ સંગઠનની દ્રષ્ટીએ સીટો અને વોટિંગની ટકાવારી વધવી સંજીવની સમાન માનવામાં આવી રહ્યું છે. હવે તેને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે અને અભૂતપૂર્વ સફળતા બતાવી છે. કેજરીવાલે રવિવારે સ્વીકાર્યું કે ગુજરાતમાં સંગઠન ઊભું કરવું અને 5 સીટો જીતવું કેટલું મુશ્કેલ કાર્ય હતું. કેજરીવાલે કહ્યું કે, ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે અને ત્યાં પાંચ સીટો જીતીને આવવું એ બળદમાંથી દૂધ કાઢવા જેટલું મુશ્કેલ કાર્ય છે.

ગુજરાતની જીતને કેમ મુશ્કેલ બતાવી?
કેજરીવાલે દિલ્હીમાં AAPની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધિત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, AAPને વિશ્વાસ છે કે તે 2027માં ગુજરાતમાં ભાજપને સત્તાથી હટાવી દેશે અને ત્યાં પોતાની સરકાર બનાવશે. તેમણે કહ્યું કે, હાલમાં જ ગુજરાતની ચૂંટણીના સંબંધમાં કોઈએ મને કહ્યું કે, તમે તો બળદ પાસેથી પણ દૂધ કાઢી લાવ્યા. આટલું મુશ્કેલ હતું સીટો જીતવાનું. ગાયનું તો બધા દૂધ કાઢી શકે, પરંતુ અમે વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટો જીતીને અને 13 ટકા વોટશેર મેળવીને બળદનું દૂધ કાઢી લાવ્યા.

2017માં તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી
નોંધનીય છે કે, 2017માં AAPએ ગુજરાતની ચૂંટણીમાં 182માંથી 29 સીટો પર અને પંજાબમાં 117માંથી 112 સીટો પર ચૂંટણી લડી હતી. ગુજરાતમાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો અને તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. જ્યારે પંજાબમાં 20 સીટો જીતીને મુખ્ય વિપક્ષ બની હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT