અરવલ્લી જિલ્લા પોલીસે નશાખોરો સામે કરી લાલ આંખ, પીધેલી હાલતમાં 31 લોકોને ઝડપી પાડયા
હિતેશ સુતરીયા, અરવલ્લી: એક તરફ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આ નવા વર્ષની ઉજવણીની આડમાં દારૂના રસિકો દારૂની રેલમછેલ કરવાના…
ADVERTISEMENT
હિતેશ સુતરીયા, અરવલ્લી: એક તરફ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આ નવા વર્ષની ઉજવણીની આડમાં દારૂના રસિકો દારૂની રેલમછેલ કરવાના મૂડમાં હતા. પોલીસ તંત્ર પણ લડી લેવાના મૂડમાં હતુ ત્યારે આ અરવલ્લી જિલ્લામાં પોલીસ તંત્રએ નશાખોરો સામે લાલ આંખ કરી છે. અરવલ્લી જિલ્લામાં પોલીસ તંત્રએ 30 વધુ લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે.
એક તરફ દેશ અને દુનિયાભરમાં 31 ડિસેમ્બરની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી તરફ આ ઉજવણીના ભાગ રૂપે પાર્ટીની આડમાં નશાખોરોએ પાર્ટીનું આયોજન કર્યું છે. જેને લઈ પોલીસ તંત્ર એક્ટિવ મોડ પર જોવા મળ્યું છે. પોલીસ તંત્રએ નશાખોરો સામે લાલ આંખ કરી છે. અરવલ્લી જિલ્લા માં સરહદી વિસ્તાર માં પોલીસે પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે. શામળાજી, ભિલોડા ,અને મેઘરજ વિસ્તાર માંથી નશાખોરો ને પોલીસે ઝડપી પાડયા છે.
તમામ લોકોને કર્યા જેલ હવાલે
અરવલ્લી જિલ્લામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પોલીસે રંગમાં ભંગ પડ્યો છે. આ દરમિયાન પોલીસ તંત્રએ નશાખોરો ને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન શામળાજીમાંથી 14 ,ભિલોડામાં 12, અને મેઘરજમાંથી 5 લોકોને ઝડપી પાડ્યા છે. તમામ સામે પોલીસે કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા છે.
ADVERTISEMENT
પોલીસ એક્શન મોડ પર રહી
વર્ષ 2023 ને આવકારવા રાતના બરાબર 12ના ટકોરે લોકોએ ફટાકડા ફોડી તથા આતશબાજી કરીને નવા વર્ષના વધામણા કર્યા હતા. અમદાવાદ સહિત રાજ્યના નાના મોટા શહેરોમાં નવા વર્ષની પાર્ટીઓનું પણ આયોજન કરાયું હતું. ત્યારે બીજી તરફ ગુજરાત પોલીસ એક્ટિવ જોવા મળી હતી. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે ઠેર ઠેર સઘન ચેકિંગ કરીને નશો કરીને ફરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં મધરાતે સૌથી વધુ 40 પ્રોહિબીશનના કેસ સરદાર નગર પોલીસ મથકે નોંધાયા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT